‘મેરી પ્યારી બિંદૂ’નું ટીઝર રિલીઝ, પરિણીતિનો છે હટકે અંદાજ

મુંબઇઃ પરિણીતિ ચોપડા અને આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. ટીઝરમાં આયુષ્માન અને પરિણિતની જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આયુષ્માન અને પરિણીતિ પહેલી વખત સ્ક્રીન શેર કરી રહ્યાં છે. બંનેની જોડી નવી હોવાને કારણે રિફ્રેશિંગ લાગી રહી છે.

ફિલ્મનું ટિઝર ખૂબ જ ઉમદા છે. ટીઝર ફિલ્મની ઝલક દર્શાવે છે અને તેનાથી અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ ખૂબ જ સારી હશે. ફિલ્મામાં પરિણીતિને જોઇને તમને જબ વી મેટની કરીના યાદ આવી જશે. આ ફિલ્મમાં તે સિંગર છે. જ્યારે આયુષ્માનનો લૂક અલગ પ્રકારનો છે. કૂર્તા પાયજામામાં ટાઇપરાઇટર પર ટાઇપિંગ કરતો આયુષ્માનનો અલજ અંદાજ આ ફિલ્મમાં જોવા મળી રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like