ચેલેન્જ સ્વીકારવા તૈયાર અાયુષ્માન ખુરાના

પહેલી વખત ‘વિકી ડોનર’ ફિલ્મમાં પંજાબી યુવકનું પાત્ર ભજવ્યા બાદ ‘મનમ‌િર્જયાં’ ફિલ્મમાં ફરી વખત પંજાબી યુવકનું પાત્ર ભજવનાર અાયુષ્માન ખુરાના ખુદ પંજાબી છે. તે કહે છે કે એક પંજાબી હોવાના નાતે મને પંજાબી ફ્લેવરમાં મારી જાતને બદલવામાં કોઈ તકલીફ પડી નથી. અા અેક એવું પાત્ર છે, જે મારી લાઈફ પર કંટ્રોલ કરે છે. અા ફિલ્મનો બેસ્ટ પાર્ટ એ છે કે અા માટે મારે વધુ વર્કશોપ અેટેન કરવી પડી નથી. ‘મનમ‌િર્જયાં’ના પાત્ર અંગે વાત કરતાં અાયુષ્માન કહે છે કે તે અેક એવું પાત્ર છે, જે પોતાની લાઈફ પર કંટ્રોલ કરે છે. તેનું થિન્કીંગ પણ મેચ્યોર છે. તે મારા માટે ચેલેન્જિંગ પાત્ર હશે. અા પહેલાં મેં અાવું પાત્ર ક્યારેય ભજવ્યું નથી. ભૂમિ સાથે કામ કરવાનું ખૂબ જ સારું લાગ્યું.

અાયુષ્માને અત્યાર સુધી જે પણ ફિલ્મો કરી છે તે એકદમ હટકે પ્રકારની છે. દરેકમાં તેનું પાત્ર અલગ હતું. તે કહે છે કે રોમે‌િન્ટક ફિલ્મો કરવા માટે અાખી જિંદગી પડી છે, પરંતુ જે ફિલ્મો અલગ હોય છે તે હું પહેલાં કરું છું, કેમ કે કોણ જાણે અાગળ જતાં એવું પાત્ર ભજવવાનો મોકો મળે કે ન મળે. મારે અલગ પ્રકારનાં પાત્રો ભજવવાં છે. અાયુષ્માન હાલમાં પરિણી‌િત ચોપરા સાથે ‘મેરી પ્યારી બિંદુ’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. યશરાજ બેનર હેઠળ બનનારી અા ફિલ્મના નિર્માતા મનીષ શર્મા અને નિર્દેશક અક્ષય રોય છે. પરિણી‌િત અંગે વાત કરતાં તે કહે છે કે તે અેક સારી કલાકાર છે. ફિલ્મની કહાણી કોલકાતાની છે. અા ફિલ્મમાં પરિણી‌િતઅે એક્ટિંગની સાથે ગીત પણ ગાયાં છે. તેનો અવાજ પણ સારો છે. પરિણી‌િત સાથે કામ કરતાં હું બોર થતો નથી. અાયુષ્માન હંમેશાં નવી ચેલેન્જ સ્વીકારવા તૈયાર રહે છે. તે કહે છે કે મને એક જ પ્રકારનાં પાત્ર ભજવવામાં કોઈ રસ નથી. •

You might also like