પરિણીતી સાથે કામ કરવાને લઇને આયુષ્માન એક્સાઇટેડ

મુંબઇ: અભિનેતા આયુષ્માન ખુરાના પ્રેમ પર આધારિત પોતાની આગામી ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’ માં પરિણીતી ચોપરા સાથે કામ કરવાને લઇને ખુબ જ ઉત્સાહિત છે. યશરાજ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ વિશે પરિણીતીએ જાહેરાત કરતાં તે એક વીડિયોમાં ગીત ગાતી દેખાઈ હતી.

આયુષ્માને જણાવ્યું હતું કે, ‘પરિણીતી સાથે કામ કરવાને લઇને હું ખુબ જ ઉત્સાહીત છું. મને લાગે છે કે હાલની સારી એવી અભિનેત્રીઓમાંની આ એક છે. તેનામાં ઘણી વિવિધતા પણ છે અને આ ફિલ્મ દ્વારા તમને એ પણ જાણવા મળશે કે તે ખુબ જ સારું ગાય પણ છે.’

મનીષ શર્મા ‘મેરી પ્યારી બિંદુ’ ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં છે અને અક્ષય રોય આ ફિલ્મ દ્વારા પોતાની નિર્દેશક તરીકેની કારકીર્દિની શરૂઆત કરી રહ્યાં છે.

You might also like