અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમમાં ફરીથી સુનાવણી શરૂ

નવી દિલ્હી: બાબરી મસ્જિદ-રામ મંદિર જન્મભૂમિ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટ આજે ફરીથી સુનાવણી શરૂ કરશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂૂષણ અને જસ્ટિસ એસ.એન.નઝીરની ડિવિઝન બેન્ચે ૧૭ મેના રોજ હિંદુ સંગઠનો વતી દલીલો સાંભળી હતી.

જેમાં તેમણે મુસ્લિમોના એ અનુરોધનો વિરોધ કર્યો હતો કે મસ્જિદને ઇસ્લામના અનુયાયીઓ દ્વારા અદા કરવામાં આવની નમાઝનાે આંતરિક ભાગ નહીં માનનારા ૧૯૯૪ના ચુકાદાને મોટી બેન્ચ પાસે મોકલવામાં આવે.

અયોધ્યા કેસમાં મૂળ અરજદારોમાં સામેેલ અને તેમનાં અવસાન બાદ કાનૂની ઉત્તરાધિકારીઓ દ્વારા પ્રતિનિધિત્વ મેળવનાર એમ.સિદ્દિકીએ એમ.ઇસ્માઇલ ફારુકીના કેસમાં ૧૯૯૪માં આવેલા ચુકાદા બાદ નિષ્કર્ષ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે બેન્ચને જણાવ્યું હતું કે અયોધ્યાની જમીન સાથે સંકળાયેલ જમીન અધિગ્રહણ મામલામાં કરવામાં આવેલી ટિપ્પણીઓની માલિકી હક્ક વિવાદના નિષ્કર્ષ પર પ્રભાવ પડી શકે છે.

જોકે હિંદુ સંગઠનોનું કહેવું છે કે આ કેસનો ઉકેલ આવી ગયો છે અને હવે ફરીથી તેને ખોલી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ અગાઉ પણ સ્પષ્ટતા કરી ચૂકી છે કે આ કેસને આસ્થાની દૃષ્ટિએ નહીં, પરંતુ જમીન વિવાદ તરીકે જોવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બેન્ચ અલાહાબાદ હાઇકોર્ટના ર૦૧૦ના ચુકાદા વિરુદ્ધ દાખલ ૧૩ અપીલ પર સુનાવણી કરી રહી છે.

You might also like