અમદાવાદ બાદ અયોધ્યા વર્લ્ડ હેરિટેજ સિટી બને તેવી શક્યતા

નવી દિલ્હી: રામનગરી વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પ્રતિષ્ઠિત થાય તેવી શક્યતાઅો વધી છે. કોઈ પણ સિટીને વર્લ્ડ હે‌િરટેજ સિટી જાહેર કરવા માટે યુનેસ્કો દ્વારા જે ૧૦ માપદંડ નક્કી કરાયા છે તેના પર રામનગરી અયોધ્યા ખરી ઊતરે છે. હવે તેના માટે એક ચળવળ શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. અા ચળવળના સૂત્રધાર અવધ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર મનોજ દીક્ષિત, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભૂગોળ વિભાગના પ્રોફેસર રાણા પીબીસી અને યુનેસ્કોના ઇન્ટરનેશનલ કાઉન્સિલ અોન મોન્યુમેન્ટ એન્ડ સાઈટ્સના સભ્ય મુખ્ય છે.

અયોધ્યાના સર્વે બાદ ટીમ અે ડિસ્કસ પર પહોંચી છે કે રામનગરીમાં તમામ સંભાવનાઅો છે, જેના દ્વારા અમદાવાદ બાદ દેશનું બીજા નંબરનું હેરિટેજ સિટી બની શકે. અયોધ્યામાં માનવ રચનાત્મકતાના શ્રેષ્ઠ પ્રતિનિ‌િધત્વ સહિત યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલા માપદંડને પૂરા કરવાની િવશિષ્ટતાઅો પણ છે. ઉદાહરણ તરીકે કનક ભવન, હનુમાનગઢી જેવાં મંદિર છે. અા માપદંડ સપ્તહરિઓનાં પૌરાણિક મંદિરોથી પણ પરિપૂર્ણ થાય છે.

સેટેલાઈટથી મેળવાયેલા ડાયાગ્રામ મુજબ રામનગરીમાં સપ્તહરિઓની ઉપસ્થિતિ નક્ષત્ર મંડળમાં સપ્તર્ષિના અાકારનું ભાન કરાવે છે. સાંસ્કૃતિક પરંપરાના પુરાવાનો માપદંડ પણ પૂર્ણ થાય છે. પૌરાણિક પરંપરા અનુસાર લાખો વર્ષ પહેલાં મહારાજ મનુના સમયથી નગરીની અૈતિહાસિકતા પ્રવાહમાન છે.

અાધુનિક ઇતિહાસની દૃષ્ટિથી જોઈઅે તો અયોધ્યાની પ્રાચીનતા ૯મી શતાબ્દી ઇસવીસન પૂર્વેથી પ્રમાણિત છે. વાસ્તુની શ્રેષ્ઠતા પર પણ અા નગરી ખરી ઊતરે છે. સરયૂ નદીના જમથરા તટથી લઈ સંત તુલસીદાસઘાટ સુધી સર્વે દરમિયાન સેટેલાઈટથી અયોધ્યાને જે ભૂદૃશ્ય પ્રાપ્ત થયું છે તે નૌકા અાકારમાં છે અને અા ચિત્ર અયોધ્યાના સંસ્થાપક માનવામાં અાવતા મનુની અે પરંપરાને જીવંત કરે છે, જેમાં કુરાન જણાવતા હતા કે જળપ્રલય દરમિયાન મનુ વિશાળ નૌકાની સાથે અયોધ્યા તટ પર પહોંચ્યા હતા.

http://sambhaavnews.com/

You might also like