અયોધ્યામાં વિવાદી જમીન માટે નવા ઓબ્ઝર્વર નિમવા સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી: અયોધ્યાની વિવાદિત જમીન પર નજર રાખવા માટે નવા ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને જણાવ્યું છે કે તેઓ ૧૦ દિવસની અંદર બે જજની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરે.
અયોધ્યાના વિવાદી સ્થળ માટે નિયુક્ત કરવામાં આવનાર બે ઓબ્ઝર્વરમાં ડિસ્ટ્રિકટ જજ, એડિશનલ જજ અથવા સ્પેશિયલ જજ હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટે છ જિલ્લાના જજની યાદી હાઈકોર્ટને પરત મોકલી છે. આ અંગે મોહમ્મદ હાસીમ વતી હાજર થયેલ સિનિયર એડ્વોકેટ કપિલ સિબ્બલની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

કપિલ સિબ્બલે એવી માગણી કરી હતી કે અગાઉના ઓબ્ઝર્વર ટીએમ ખાન અને એસ. કે. સિંહાને આ પદ પર ઓબ્ઝર્વર તરીકે ચાલુ રહેવા દેવામાં આવે. કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લાં ૧૪ વર્ષથી ઓબ્ઝર્વર તરીકે કામ કરી રહ્યા છે એટલા માટે તેમને જ પૂછી લેવામાં આવે કે શું તેઓ હજુ પણ ઓબ્ઝર્વર તરીકે ચાલુ રહેવા માગે છે કે કેમ? જોકે સુપ્રીમ કોર્ટે કપિલ સિબ્બલની આ માગણી ફગાવી દીધી છે અને અલ્હાબાદ હાઈકોર્ટને અયોધ્યાની વિવાદી જમીન માટે નવા ઓબ્ઝર્વર તરીકે નિમવા સૂચના આપી છે.

You might also like