પ્લાસ્ટીક સર્જરીની ખબર પર ભડકી આયશા, કાંઇક આપ્યો આવો જવાબ…

નવી દિલ્હી : થોડા સમય પહેલા એક ઇવેન્ટમાં જોવા મળેલી આયશા ટાકિયાના બદલાયેલા હોઠને જોઇને લોકોએ તેને સોશિયલ મિડીયા પર વાયરલ કરવાનું શરૂ કરી દીધુ હતુ. આ દરમિયાન આ ફોટો જોઇ વાત વાયરલ થઇ કે આયશા સાથે આવુ તેણે કરાવેલી પ્લાસ્ટીક સર્જરીના ખરાબ થવાના કારણે થયું છે. આ સમાચાર સાંભળતા આયેશા ભડકી હતી. તેણે કહ્યું કે જે ફોટો સોશિયલ મીડિયા પર ટ્રેડ થઇ રહ્યો છે તે ફોટોમાં છેડછાડ કરવામાં આવી છે. આયેશાએ એક મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે ઓનલાઇન ટ્રોલિંગ એક અલગ જ સપાટીએ પહોંચી ગઇ છે.

કેટલાક લોકોએ મારા ફોટો સાથે છેડતી કરી તેને વાયરલ કરી દીધો છે. પરંતુ હક્કીત એ છે કે હું સોશિયલ મિડીયા પર છું અને રોજ શૂટિંગ કરી રહી છું, અને લોકો જોઇ શકે છે કે અસલમાં હું કેવી લાગી રહી છું. હું ઇન્સ્ટાગ્રામમાં રોજ મારા ફોલોઅર્સ સાથે વાત કરું છું. તે લોકોએ મારી લિપ સર્જરી વાત પર વિશ્વાસ નથી કર્યો અને મને સપોર્ટ કર્યો છે.

You might also like