ભારતની યંગેસ્ટ પાઈલટઃ ૨૧ વર્ષની અાયેશા અઝીઝ છવાઈ ગઈ

મુંબઈ: ૨૧ વર્ષની અાયેશા અઝીઝ ભારતની સૌથી નાની ઉંમરની પાઇલટ બનીને મીડિયામાં છવાઈ ગઈ છે. અાયેશા ૧૬ વર્ષની હતી ત્યારે પાઇલટ બનવાની ટ્રે‌િનંગ શરૂ કરી હતી અને પ્રતિષ્ઠિત બોમ્બે ફ્લાઈંગ ક્લબનું સ્ટુડન્ટ પાઈલટ લાઈસન્સ પણ મેળવ્યું હતું. અાયેશાની માતા કાશ્મીરના બારામુલ્લાની વતની છે અને પપ્પા મુંબઈના છે.

અાયેશા અઝીઝે તાજેતરમાં મેળવેલા કોમર્શિયલ પાઈલટ્સ લાઈસન્સનો ફોટોગ્રાફ ફેસબુક પર પોસ્ટ કર્યો છે અને લાઈસન્સના પિક્ચરની નીચે લખ્યું છે કે મારી જિંદગીની સૌથી મૂલ્યવાન વસ્તુ મને ગઈ કાલે મળી. મારી ખુશીની કોઈ સીમા નથી.

અા લાઈસન્સ મેળવવું અત્યંત મુશ્કેલ હતું. અસંખ્ય પરીક્ષાઅો, રાતોના ઉજાગરા, ઘણીબધી મુશ્કેલીઅો અને બીજું ઘણું સહન કર્યું, પરંતુ બધું કામ લાગ્યું. પહેલાં જે સ્વપ્ન લાગતું, તે અાજે હકીકત બની ચૂકી છે.

અાયેશા અઝીઝે અમેરિકામાં નેશનલ અેરોનોટિક્સ અેન્ડ સ્પેસ અેડ‌િમ‌િનસ્ટ્રેશન ખાતે બે મહિનાનો અેડ્વાન્સ્ડ સ્પેસ ટ્રે‌િનંગ કોર્સ પણ પાસ કર્યો છે. ભારતીય અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અાયેશાની પ્રેરણામૂર્તિ છે. અાયેશા રશિયાના શોકૂલ અેરવેઝ પરથી ‌િમગ-૨૯ પ્લેન ઉડાડવા ઇચ્છે છે, તેની પરવાનગી મેળવવા રશિયન અેજન્સી સાથે વાતચીત ચાલી રહી છે.
http://sambhaavnews.com/

You might also like