2018માં ટેલિકોમ ક્ષેત્રે લાખો નોકરીઓનું સર્જન થશે

નવી દિલ્હી : નોકરી શોધી રહેલા લોકો માટે આવતુ વર્ષ ઘણુ ફાયદાકારક નિવડી શકે છે. એસોચેમ – કેપીએમજી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસ અનુસાર 4જી ટેક્નોલોજીનાં રોલઆઉટ થયા બાદ ટેલિકમ્યુનિકેશ સેક્ટરમાં 2018 સુધીમાં 30 લાખ થી વધારે નોકરીઓની તકો સર્જાઇ શકે છે.

એસોચેમ અને કેપીએમજીનાં અહેવાલમાં સામે આવ્યું કે, 4જી ટેક્નોલોજી રોલઆઉટ થતાની સાથે જ ડેટા વધવાની સાથે સાથે માર્કેટમાં નવી કંપનીઓની એન્ટ્રી, ડિજિટલ વોલેટ આવવા, સ્માર્ટફોનની લોકપ્રિયતાથી ટેક્નોલોજી અને અન્ય વસ્તુઓની ડિમાન્ટમાં પણ વધારો થવાનાં કારણોથી ટેલિકોમ ઇન્ડસ્ટ્રી સતત વધી રહી છે.

આના કારણે 2018 સુધીમાં આ સેક્ટરમાં 30 લાખથી પણ વધારે નોકરીઓનું સર્જન થઇ શકે છે. 2016નાં અંત સુધીમાં ભારતમાં ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 39.15 કરોડ હતી. આ દ્રષ્ટીએ ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઇન્ટરનેટ યુઝર દેશ બની ગયો છે. રિલાયન્સ જીયો આવ્યા બાદ ટેલિકોમ ક્ષેત્રમાં એક અનોખી ક્રાંતિ સર્જાઇ છે.

હાલ આ સમગ્ર માર્કેટ સતત વિકસી રહ્યું છે. નવા 4જી ફોનથી માંડીને વિવિધ કંપનીઓ દ્વારા આકર્ષક અને લોભામણી ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. જો કે આ અભ્યાસમાં આવ્યું કે, 5જી,એમ2એમ જેવી એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી (ICT)માં જે થઇ રહ્યું છે તે નવા ડેવલપમેન્ટથી 2021 સુધીમાં આશરે 8.70 લાખ નોકરીઓની તક પેદા થશે. અભ્યાસ અનુસાર ટેલિકોમ સેક્ટરમાં હાલ જે મેન પાવર છે તે ડિમાન્ટ અનુસાર સંખ્યા અને સ્કીલની દ્રષ્ટીએ પુરતો નથી. આ અંતરને ખાસ કરીને સ્કિલની દ્રષ્ટીએ ભરવાની જરૂર છે.

You might also like