જાગૃતિ પત્રિકા ઓછા મતદાનવાળા વિસ્તારોમાં આકાશમાંથી વરસાવાશે

અમદાવાદ: ચૂંટણીતંત્ર દ્વારા કેટલાક જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારો કે જે વિસ્તારોમાં મતદાન ઓછું થાય છે તેવા વિસ્તારોમાં જે તે જિલ્લા તંત્ર દ્વારા પેરાગ્લાઇડર્સ મારફતે આકાશમાંથી મતદાન જાગૃતિની પત્રિકાઓ વરસાવીને વિધાનસભાની ચૂંટણીમાં નવતર પ્રયોગ હાથ ધરાશે. પેરાગ્લાઇડર્સની ૧૦ ટીમ આ માટે તૈયાર કરવામાં આવી છે, જે ‌જિલ્લા વાઇઝ ફરશે અને આકાશમાંથી પત્રિકા વરસાવશે. તેના માટે એક મહિના સુધીના તબક્કાવાર કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે. પેમ્ફલેટમાં મતદાન કરવા માટેની અપીલ તેમજ વીવીપેટ દ્વારા કેવી રીતે મતદાન કરવું તેની સાદી અને સરળ સમજ આપવામાં આવી છે.

ગ્રામીણ વિસ્તારોમાં પેરાગ્લાઇડિંગ આકર્ષણનું કેન્દ્ર હોય છે, જેના કારણે આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે. કચ્છનાં અંતરિયાળ ગામો, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના છેવાડાનાં ગામો, જેમાં પોરબંદર, રાજુલા, જામનગર, અમરેલી જિલ્લા ઉપરાંત સુરત, વલસાડ, વાપી જિલ્લાનાં કેટલાંક અંતરિયાળ ગામોમાં આ પ્રયોગ હાથ ધરાશે, જ્યાં જરૂર લાગશે ત્યાં વધારાનાં સ્થળોનો ઉમેરો કરાશે.

You might also like