સર્કસની જેવા છે એવોર્ડ શોઃ જોન અબ્રાહમ

મુંબઇઃ બોલીવુડ અભિનેતા જોન અબ્રાહમે કહ્યું કે એવોર્ડ સમારોહ સર્કસ જેવા થઇ ગયા છે, અને એટલે જ તે આ રીતના સમારોહને ગંભીરતાથી લેતો નથી. તે એવોર્ડ સમારોહમાં જતો પણ નથી. હાલમાં જ પરિણીતિ ચોપરા સાથે એક એવોર્ડ ફંક્શનમાં હોસ્ટિંગ કરતી વખતે રિતેશ દેશમુખે મદ્રાસ કેફેના અભિનેતા જોન અબ્રાહમ પર એવું નિવેદન કર્યું હતું કે 15 વર્ષ આ ક્ષેત્રમાં પસાર કર્યા હોવા છતાં જોન અભિનય ન શીખી શક્યો. તેની પર જોને જવાબ આપ્યો હતો કે રિતેશ તેનો સારો મિત્ર છે અને એવોર્ડમાં આ રીતની મજાક દરેક અભિનેતા માટે થતી જ હોય છે. જેને સહજ રીતે લેવી જોઇએ. હું કોઇ પણ બાબતને નકારાત્મક રીતે નથી લેતો. ઉલ્લેખનિય છે કે જોન અને રિતેશ હાઉસફુલ-2માં એક સાથે કામ કર્યું હતું.

 

 

 

You might also like