સિદ્ધુએ પંજાબમાં ખોલ્યો મોર્ચો : ભાજપ,અકાલીદળ અને આપ પર કર્યો હૂમલો

ચંડીગઢ : રાજ્યસભાનું સભ્યપદ છોડનારા ભાજપનાં પુર્વ નેતા નવજોત સિદ્ધુએ ગુરૂવારે આવાજ એ પંજાબ નામથી નવો મોર્ચો માંડ્યો હતો. વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબમાં આ ફ્રંડના લોન્ચની સાથે સિદ્ધુએ રાજ્યનાં અકાલી દળ- ભાજપ સરકારથી માંડીને આપ સુધીનાં પક્ષો પર પ્રહારો કર્યા હતા. સિદ્ધુએ આ દરમિયાન દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલ અંગે કહ્યું કે, કેજરીવાલે મારા અંગે ટ્વિટ કરીને અડધુ સાચુ જ કીધું હતું. સિદ્ધુએ કહ્યું કે મને કહેવામાં આવ્યું કે તમે ચૂંટણી ન લડશો અમે તમારી પત્નીને ચૂંટણી લડાવીને મંત્રી બનાવી દઇશું. મે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. તેઓ મને શોપિસ બનાવવા માંગતા હતા.

બાદલ સરકાર પોતાનાં ચિતપરિચિત અંદાજમાં જોવા મળ્યા હતા. સિદ્ધુએ કહ્યું કે કાળા વાદળો ઘેરાઇ રહ્યા છે. સુરજને બહાર નિકળવા દેવામાં નથી આવી રહ્યો. કાળાવાદળોને ચીરીને હવે સુરજ નિકળવો જોઇએ. હવે વાતાવરણ બદલાવું જોઇએ.જે નકાબ બદલવામાં છે ખુબ જ માહેર, જનાજો તેમને ધુમધામથી નિકળવો જોઇએ.

સિદ્ધુએ ભાજપ પર પણ પોતાની ભડાશ કાઢી હતી. સિદ્ધુએ કહ્યું કે તેની પાસે 200 રેલીઓ કરાવવામાં આવી પરંતુ જ્યારે અર્થ સરી ગયો તો તેને ભુલી જવામાં આવ્યો. ચંડીગઢનાં પુર્વ હોકી ખેલાડી પરગટસિંહ અને બૈંસ ભાઇઓ સાથે પ્રેસકોન્ફરન્સની શરૂઆત કરી હતી. સિદ્ધુએ કહ્યું કે દરેક કામ પાછળ કોઇ કારણ હોય છે. આવાજ એ પંજાબનો ઉદ્દેશ્ય બેહાલ પંજાબને ખુશહાલ કરવાનું છે. અમારી નજર લક્ષ્ય પર નહી પરંતુ તેનાં રસ્તા પર છે.

You might also like