નવસારી અકસ્માતે ખોલી આંખ : પુલોની ચકાસણી નિષ્ણાંતો દ્વારા કરાશે

નવસારી : નવસારીનાં સુપા ગામે બનેલી બસ દુર્ઘટનાં બાદ તંત્ર સફાળુ બેઠુ થઇ ગયું છે. બસ દુર્ઘટનામાં 42 લોકોનાં મોત નિપજ્યા હતા જ્યારે હજી પણ 25 લોકોની સારવાર ચાલી રહી છે. ત્યારે અધિકારીઓએ હવે તમામ પુલોની તપાસ કરવા માટે કમર કસી છે. મુખ્યમંત્રીએ આ અંગે આદેશો આપીને સત્ય બહાર લાવવા માટેનાં આદેશો આપ્યા છે. ફોરેન્સીક ટીમે આની શરૂઆત નવસારીનાં સુપા ગામેથી કરી દીધી છે. બ્રિજ તથા તેનાં પર લગાવાલેયા ડિવાઇડર અને તેની ગુણવત્તાની ચકાસણી નિષ્ણાંતો દ્વારા કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે ગત્ત શુક્રવારે સાંજે પુર્ણા નદીની રેલિંગ તોડીને બસ બ્રિજપરથી નીચે ખાબકી હતી. જેમાં 42 લોકોનાં મોત નિપજ્યા હતા. બાઇક ચાલકને બચાવવા જતા આ દુર્ઘટનાં બની હતી. જેમાં ડ્રાઇવરની ઉપર તો સવાલો ઉઠી જ રહ્યા છે. સાથે સાથે તપાસમાં બહાર આવ્યું હતું કે બ્રિજ પર જે રેલિંગ નાખવામાં આવી હતી તે હલકી ગુણવત્તાની હતી. આ અહેવાલો બાદ ગુજરાત સરકાર અને તંત્ર સફાળું બેઠું થઇ ગયું હતું. સમગ્ર ગુજરાતનાં બ્રિજોની ચકાસણી કરવા માટેનાં આદેશો આપી દીધા હતા.
એફએસએલ દ્વારા દુર્ઘઠનાં સ્થળનાં બ્રિજની લંબાઇ, પહોળાઇ, પીલ્લર, વગેરે પાસાની તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. જેનાં ચોંકાવનારા અહેવાલો બહાર આવ્યા હતા. હાલ તો તંત્રએ અકસ્માતમાં મૃતકો અને ઘાયલોને વળતર આપીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આગામી સમયમાં આવી ઘટના નિવારી શકાય તે માટે તમામ બ્રિજોની ગુણવત્તા ચકાસવા માટેનાં આદેશો આપી દીધા છે.

You might also like