વજન ઘટાડવું હોય તો પણ આ વસ્તુઓથી દૂર રહેજો

શું તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને તેને ઘટાડવા અંગે વિચારો છો. વજન ઘટાડવા માટે ઘણીવાર લોકો ખાવા પીવાનું છોડી દે છે અને સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરવા લાગે છે. કેટલાક લોકો સખત એક્સર્સાઇઝ પણ કરવા લાગે છે.

વજન ઘટાડવાના ચક્કરમાં આપણે કેટલીક વાતો ભૂલી જઇએ છીએ અને ભૂલ કરી બેસીએ છીએ.કેટલાક લોકો વજન ઘટાડવાના ચક્કરમાં સપ્લિમેન્ટ્સ લેવા લાગે છે. આ કારણે શરીરને જે નુકસાન થાય છે અથવા ભવિષ્યમાં થવાનું છે તે જોઇ શકતા નથી.

વજન ઘટાડવા માટે કેટલાક લોકો ઘણીવાર સવારનો નાસ્તો કરવાનું છોડી દે છે. માત્ર ચા કે પાણી પીને ચલાવે છે. આમ ન કરવું જોઇએ. આપણા શરીરનું બ્લડ ગ્લુકોઝ અને મેટાબોલિઝમ મેઇન્ટેન કરવા ખાવાની જરૂર પડે છે.

સવારનો બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી શરીરને નુકસાન થઇ શકે છે. ખુદને બિલકુલ ભુખ્યા ન રાખવા. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે છે. શરીરને નુકસાન પહોંચાડે તેવી એક્સર્સાઇઝથી પણ બચવું જોઇએ.

You might also like