ઓફિસમાં આ રીતે ભગાવો તમારી ઊંઘ

ઓફિસમાં કામ કરતી વખતે ઘણી વખત ઊંઘના એવા જોકા શરૂ થઇ જાય છે કે કામ કરવામાં પરેશાની થઇ જાય છે. એવામાં તમે આ 6 સરળ ઉપાયોથી તમારી ઊંઘ દૂર કરી શકો છો.

1. બપોરે જમવાનું જમ્યા પછી મોટાભાગે તમને ઊંઘ આવે છે. ઊંધને ઉડાડવા માટે તમે કાનમાં હેડફોન નાંખીને ગીતો સાંભળી શકો છો.

2. તમારી ખુરશી પરથી ઊભા થઇને તડકામાં જાઓ. આવું કરવાથી તમને ઊંઘ ઓછી આવશે. બારી પાસે જઇને થોડી વખત ઊભા રહેવાથી તમે આરામદાયક સ્થિતિથી બહાર આવશો.

3. ઊંઘથી બચવા માટે મોંઢામાં બરફનો ટુકડો રાખી લો અથવા પેન ચાવો. તેનાથી તમારાં મગજને સિગ્નલ મળશે અને તમે એલર્ટ રહેશો. આ પ્રયત્નથી તમારી ઊંઘને છુટકારો મળી શકે છે.

4. કોઇ પણ ચીજવસ્તુવી સુગંધ લો, તે સારી હોય કે ખરાબ, તેનાથી તમે એલર્ટ રહેશો.

5.ઇન્ટરનેટ પર ગેમ રમવી સારો ઓપ્શન છે. કોઇ વર્લ્ડ ગેમ ક્યાંતો પઝલ ગેમ રમ્યા પછી તમારું મગજ ચાલવા લાગશે.

6. સૌથી સારું એ છે કે તમે કોઇ એવા મિત્રને ફોન કરો જો તમને સૌથી વધારે હસાવતો હોય. જેનાથી તમારું મગજ ફ્રેશ થઇ જશે, એક નાનો ફોન તમને એક્ટિવ કરશે.

You might also like