બ્રેડ ઓછી ટોસ્ટ કરો અને કેન્સરથી રહો દૂર

બ્રેડ, ચિપ્સ અને બટાકાને વધારે પકવવાથી બચો. ફૂડ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે એનાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્ટાર્ચવાળું ખાવાનું બહુ જ ઊંચા તાપમાને અને વધુ સમય માટે શેકવાથી, તળવાથી કે ગ્રીલ કે ટોસ્ટ કરવાથી એમાં એક્રિલામાઇડ નામનું સસાયણ પેદા થાય છે.

એક્રિલામાઇડ અલગ અલગ રીતે ખાવામાં હાજર હોય છે. અને એ ખાવાનું બનાવતી વખતે આપોઆપ પેદા થાય છે.

આ જોખમી રસાયણ ત્યારે સૌથી વધુ જોવા મળે છે જેમાં શર્કરા વધુ પ્રમાણમાં હોય છે અને જે 120 ડિગ્રી સિલ્સિયસ સુધી પકવવામાં આવે. જેમ કે ચિપ્સ, બ્રેડ, સવારના નાસ્તાની દાળ, બિસ્કિટ, કેક અને કોફી.

હકીકતમાં, જો બ્રેડને આપણે ટોસ્ટ કરવા ગ્રિલ કરીએ તો એમાં વધુ માત્રામાં એક્રિલામાઇડ બને છે. ટોસ્ટનો રંગ જેટલો ગહેરો હશે એમાં એટલી જ માત્રામાં એક્રિલામાઇડ બનશે.

બ્રેડ જ્યારે ભૂર થવા લાગે છે ત્યારે એમાં હાજર શર્કરા, એમીનો એસિડ અને પાણી મળીને રંગ અને અક્રિલામાઇડ બનાવે છે. અને એનાથી સુગંધ પણ પેદા થાય છે.

ફૂડ સ્ટાન્ડર્ડ્સ એજન્સીએ ખાવાનું બનાવવાથી જોડાયેલા સૂચનોને કાળજીપૂર્વક પાળવા માટે અને ખાવાનું ભૂરું કે કાળું કરવા સુધી ન પકાવવાની સલાહ આપી છે.

You might also like