પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરવાથી થઇ શકે છે આ નુકસાન

નવી દિલ્હી: આ વાતની કદાચ જ કોઇ મનાઇ કરી શકશે કે પબ્લિક ટોયલેટ ઉપયોગ કરતા લોકોને ઇન્પેક્શન થવાનું જોખમ હંમેશા હોય છે. પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરવો સ્વાસ્થય માટે જોખમ બની શકે છે કારણ કે આ ટોયલેટમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોવાની સંભાવના વધારે રહેલી છે.

પબ્લિક ટોયલેટમાં ઇન્ફેક્શન ફક્ટ ટોયલેટ સીટ પરથી ફેલાતું નથી પરંતુ દરવાજો, ટોયલેટ પેપર અને સાબુથી પણ ઇન્ફેક્શન થઇ શકે છે. સંશોધકોનું માનીએ તો પબ્લિક ટોયલેટમાં હેપેટાઇટિસ એ, ઇ કોલી, સ્ટ્રેપ્ટોકોક્સ જેવા જીવાણુઓ હોવાની સંભાવના વધુ જોવા મળે છે.

એવામાં પ્રયત્ન કરો કે ઓછામાં ઓછા પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરો અને બીજો કોઇ વિકલ્પ ના હોય તો સાફ ટોયલેટનો જ ઉપયોગ કરો. ટોયલેટનો ઉપયોગ કરતાં પહેલા ફ્લશ કરી લો અને પેપરથી સીટને લૂછી નાંખો. હાથ ધોવા માટે ફક્ત પાણીનો ઉપયોગ કરશો નહીં પરંતુ કોઇ સારા એન્ટી બેક્ટેરિયા સાબુ અને લિકવિડનો ઉપયોગ કરો.

પબ્લિક ટોયલેટ ઉપયોગ કરતાં પહેલા થઇ શકે છે આ નુકસાન?

1. બેક્ટેરિયા ફેલાવવાનું જોખમ વધી જાય છે.

2. સ્કીન ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.

3. ઇસ્ટ ઇન્ફેક્શન થવાનું પણ જોખમ વધી જાય છે.

4. સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.

5. પેટથી જોડાયેલી ઘણી બિમનારીઓ થવાનું જોૌખમ વધી જાય છે.

6. વર્જનીટીમાં ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.

7. ગુપ્તાંગોમાં ઘાવ થવાની આશંકા પણ ઘણી વધી જાય છે.

You might also like