‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ

હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સઃ એન્ડ ગેમ કમાણીનાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. હવે આ ફિલ્મની કમાણી સૌથી હાઇએસ્ટ થવા જઇ રહી છે. દુનિયાભરમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મોમાં પહેલા નંબરે ‘અવતાર’ છે, જેણે ૧૯૨૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા નંબરે ‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ આવે છે તેણે અત્યાર સુધીની વર્લ્ડવાઇડ કમાણી ૧૫૧૭.૮૮ કરોડ રૂપિયાની છે. ‘ટાઇટેનિક’ ફિલ્મ ત્રીજા નંબરે છે. તેણે રૂ. ૧૫૧૭.૮૭ કરોડનો બિઝનેસ કર્યો છે.

ત્યાર બાદ ‘સ્ટાર વોરઃ ધ ફોર્સ અવેકન્સ’ આવે છે. આ ફિલ્મે ૧૪૨૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ‘એવેન્જર્સ ઇન્ફિનિટી વોર’એ ૧૪૧૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ અવતાર ફિલ્મનો રેકોર્ડ તોડવા જઇ રહી છે. તેણે પહેલા જ ‘ટાઇટેનિક’ ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ ભારતીય ફિલ્મોને પહેલા જ પાછળ રાખી ચૂકી છે.

ભારતમાં બીજા વીક એન્ડમાં આ ફિલ્મે ૩૧૨.૯૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. પહેલા અઠવાડિયામાં આ ફિલ્મે ૨૬૦.૪૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા વીક એન્ડ એટલે કે શુક્રવારે ૧૨.૫૦ કરોડ, શનિવારે ૧૮.૩૦ કરોડ અને રવિવારે ૨૧.૭૫ કરોડ રૂપિયાનાં બિઝનેસ સાથે કુલ ૩૧૨.૯૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ હજુ પણ ઘણો બિઝનેસ કરશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ભારતમાં ૩૦૦ કરોડની ક્લબમાં દાખલ થયેલી ફિલ્મોમાં સૌથી પહેલા ‘બાહુબલિ ધ કન્ક્લુઝન’ છે. જેણે ૫૧૦.૯૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘દંગલ’ ફિલ્મે ૩૮૭.૩૮ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘સંજુ’ ફિલ્મે ૩૪૨.૫૩ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘પીકે’ ફિલ્મને ૩૪૦.૮ કરોડ, ‘ટાઇગર જિંદા હૈ’ને ૩૩૯.૧૬ કરોડ, ‘બજરંગી ભાઇજાન’ને ૩૨૦.૩૪ કરોડની કમાણી થઇ હતી. ‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ને અત્યાર સુધી ૩૧૨.૯૫ કરોડની કમાણી થઇ છે. હજુ આ ફિલ્મ ખૂબ જ સારો બિઝનેસ કરશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

You might also like