પ્રભુનું રેલ બજેટ ઠીકઠાક, જાણો 5 વાતો

નવી દિલ્હી: રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પોતાનું બીજું બજેટ રજૂ કર્યું છે. ટ્રેનોની સ્પીડને વધારવાને લઇને રોકાણમાં પણ વધારાના પ્રયત્નો થઇ રહ્યાં છે, પરંતુ રેલવે મંત્રી બજેટમાં કંઇ ખાસ અસર છોડી શક્યા નહી.

ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર, પ્રોજેક્ટ ફાઇનાન્સ, આધુનિક ફાઇનાસિંગ અને અંગત રોકાણ દ્વારા રેલવેને જોડવાની નવી પહેલ કરવામાં આવી છે પરંતુ આ સાથે જ કેટલીક એવી વાતો પણ છે જ્યાં પ્રભુની રેલ ધીમી જોવા મળી રહી છે.

આ રહી આ બજેટ સાથે સંકળાયેલી પાંચ મહત્વપૂર્ણ વાતો:
1. રેલવેના ખજાનાની હાલાત ખરાબ. આ વર્ષે આવક સ્થિતિ નબળી.
2. મુસાફર ભાડામાં પણ લક્ષ્ય જોવા ન મળ્યું. આગામી વર્ષ પર દારોમદાર.
3. મુસાફર અને માલ ભાડામાં ફક્ત પાંચ-પાંચ ટકાનો વધારો
4. 2015માં નાણાંકીય માળખાને સુરેશ પ્રભુ સંભાળી ન શક્યા.
5. શેર બજારે રેલવે બજેટ નકાર્યું, બજાર 52 સપ્તાહના ન્યૂનતમ સ્તર પર.

You might also like