કારગિલમાં ભૂકંપ બાદ હિમસ્ખલન, એક જવાન લાપતા

જમ્મુ-કાશ્મીરના કારગિલમાં ભૂકંપના હળવા આચંકા બાદ હિમસ્ખલનમાં એક જવાન લાપતા થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. મળતી માહિતી મુજબ 17,500 ફીટ પર સ્થિત આર્મી પોસ્ટના બે જવાન હિમસ્ખલનનો ભોગ બન્યાં છે. જેમાં એક જવાનને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે બીજા જવાનની શોધ કરવામાં આવી રહી છે. મળતી જાણકારી મુજબ ગુરુવાર રાત્રે આર્મીના બે જવાનો સર્વિલાયન્સ ડ્યૂટી પર હતા ત્યારે ભૂકંપના આચંકા અનુભવાયા હતા અને ત્યારબાદ હિમસ્ખલન થયું હતું. આ દૂર્ઘટના બાદ સેના દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક જવાનને સુરક્ષિત બહાર કાઢવામાં સેનાને સફળતા મળી હતી. હિમસ્ખલનનો ભોગ બનાર જવાનને તાત્કાલિક સારવાર આપવામાં આવી. તો બીજી તરફ ખરાબ મૌસમના કારણે બીજા જવાનની શોધ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જોકે અત્યાર સુધી તેની કોઇ ખબર મળી નથી.

You might also like