પ્રત્યૂષા બેનર્જીના મૃતદેહનું આજે પોસ્ટમોર્ટમ થશે

મુંબઇ: મશહૂર ટીવી આર્ટિસ્ટ પ્રત્યૂશા બેનર્જીની આત્માહત્યાનો રાઝ ઘેરો બનતો ગયો છે. તેનો બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ સાથે પોલીસે પૂછપરછમાં હજુ સુધી કોઇ પાક્કી જાણકારી મળી નથી. પોલીસને પ્રત્યુસાની લાશ પાસેથી કોઇ સુસાઇડ નોટ પણ મળી નથી. પ્રત્યૂષાની લાશને પોસ્ટમોર્ટમ માટે સિદ્ધાર્થ હોસ્પિટલમાં લઇ જવામાં આવશે. તેના માતા પિતા પણ શનિવારના રોજ મુંબઇ પહોંચી ગયા છે.

ટીવી શો ‘બાલિકા વધુ’માં આનંદીના પાત્રમાં ઘર ઘરમાં પ્રચલીત પ્રત્યૂષાએ શુક્રવારના રોજ આત્મહત્યા કરી લીધી છે. જાણવા મળ્યું છે કે રાહુલ રાજડ સિંહ સાથે અણબન પછી તેને આ પગલું ભર્યું છે. પ્રત્યૂષાને કોકિલાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે,’ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસ રાહુલ સિવાય પ્રતિયૂષાના રસોઇઆ તેમજ અમુક દોસ્તોમે પણ પૂછપરછ કરાઇ છે.

You might also like