હવે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફેક્ટરીથી જ લગાડી આપવામાં આવશે, આ છે નવા ફિચર્સ

નવી દિલ્લી: દેશમાં આવતા વર્ષથી તમારી ગાડીમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફેક્ટરીથી જ લગાડીને આવશે. આના માટે તમારે આરટીઓના ધક્કા નહી ખાવા પડે. આના માટે સરકાર કેન્દ્રીય મોટર વાહન ગાઈડના સિવાય 2001ના સિક્યોરિટી નંબર પ્લેટ આદેષમાં સંશોધન કરવા જઈ રહી છે.

આ સંબંધે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની તરફથી ડ્રાફટ સૂચના જારી કરવામાં આવી છે. આના અનુસારે એક જાન્યુઆરી 2019થી ગ્રાહકોને વેચાવનારી બધી જ મોટર વાહનોમાં સિક્યોરિટી નંબર પ્લેટ બનાવનારની ત્યાંથી જ લગાડવામાં આવશે. જે ડિલરો પાસે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ વગરની ગાડીઓ હશે, તેમને બનાવનાર કંપની દ્વારા નંબર પ્લેટ આપવામાં આવશે. આ નિર્ણયથી સિક્યોરિટી નંબર પ્લેટની વ્યવસ્થા આખા દેશમાં લાગુ કરવામાં આવશે.

મળશે આ ફિચર્સ
નંબર પ્લેટ ઉપર દરેક નંબર ઉભરેલા હશે. જોકે INDIA લખેલુ બારકોડ વાળો ક્રોમિયમ હોલોગ્રામ હશે. બારકોડથી બધી જ જાણકારી ઓનલાઈન મેળવી શકાશે. લેઝરથી લખેલુ દસ આંકડાનો યુનિક નંબર હશે. આના સિવાય આરટીઓ કે ટ્રાફિક પોલીસ દ્વારા બારકોડ સ્કેન કરતા જ બધી જાણકારી મળી શકશે.

અત્યારે ઉત્તર પ્રદેશ સાથે ઘણા રાજ્યોમાં સિક્યોરિટી નંબર પ્લેટની વ્યવસ્થા લાગુ નથી થઈ. જોકે દિલ્લીમાં આ વ્યવસ્થા લાગુ કરી દેવામાં આવી છે. વાહનોમાં સિક્યોરિટી નંહર પ્લેટની રજૂઆત સરકારે 2001માં કરી હતી. આમાં રાજ્યોને પોતાના હિસાબે ટેન્ડર સ્વિકારવાનો હક આપવામાં આવ્યો હતો. પરંતુ ઘણા રાજ્યોમાં ઠેકાઓને લઈ વિવાદ થયા પછી 2016માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યમાં સિક્યોરિટી નંબર પ્લેટ લગાવા માટે એક એજન્સીને નિયુક્ત કરવાનો આદેશ કર્યો છે.

You might also like