Auto Expo 2018: હોન્ડાએ લોન્ચ કર્યું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર

ન્યૂ દિલ્હીઃ ગ્રેટર નોઇડામાં ઓટો એક્સ્પોમાં અનેક પ્રકારની ગાડીઓ અને બાઇક લોન્ચ થઇ પરંતુ તેમાં ઇલેક્ટ્રિક વાહનોનો ભારે દબદબો રહ્યો છે. એવામાં હોન્ડાએ પોતાનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર રજૂ કર્યુ છે. પીસીએક્સ 150 નામથી રજૂ કરેલ આ સ્કૂટરની મહત્વની વાત તો એ છે કે હોન્ડા તરફથી રજૂ થનાર ભારતમાં આ પ્રથમ સ્કૂટર છે.

ઓટો એક્સ્પોમાં રજૂ કરેલ ઇલેક્ટ્રિક સ્કૂટર PCX 150ને હોન્ડાએ મોબાઇલ પાવર પૈકનું નામ આપેલ છે અને આની બેટરી ડાઉન થતાં આની જગ્યાએ તમે ચાર્જ કરેલ બેટરી લગાવીને આ સ્કૂટરને ફરીથી આપ ચલાવી શકો છો.

આ સ્કૂટરમાં આપવામાં આવેલ બેટરી પોતાની રીતે એક પાવર સ્ટેશન હશે કે જેને સ્કૂટર સિવાય વધારાનાં ઇલેક્ટ્રિક ઉપકરણો માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. એટલે કે જો પ્રેક્ટિકલી રીતે જોવામાં આવે તો ભવિષ્યમાં આ પ્રકારની ટેક્નોલોજી વધારે અસરકારક સાબિત થશે.

You might also like