Stock Market: ઓટો શેરની આગેવાનીએ શેરબજારમાં સુધારાની ચાલ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર સુધારે ખૂલ્યુ હતું. બીએસઇ સેન્સેક્સ ૬૮ પોઇન્ટના સુધારે ૩પ,૩૮૮ જ્યારે એનએસઇ નિફટી ૧૩ પોઇન્ટના સુધારે ૧૦,૭૪૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

મે મહિનાના ઓટો સેલ્સના ડેટા સારા આવે તેવી આશાએ આજે શરૂઆતે ઓટો સેકટરના શેરની આગેવાની હેઠળ શેરબજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી.

જોકે મેટલ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં પ્રોફિટ બુકિંગની ચાલ જોવા મળી હતી. શરૂઆતે આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં નીચા મથાળે લેવાલી આવતાં આ શેરમાં ૪.૧૪ ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

બજાજ ઓટો કંપનીના શેરમાં ૧.પર ટકા જ્યારે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ કંપનીના શેરમાં ૧.૭પ ટકાનો સુધારો જોવા મળ્યો હતો તો બીજી બાજુ ઓએનજીસી, કોટક મહિન્દ્રા, પાવર ગ્રીડ કંપનીના શેરમાં વેચવાલી જોવાતાં આ શેરમાં ૧ ટકાથી ર.પ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ભારતીય અર્થતંત્રએ જાન્યુઆરીથી માર્ચ મહિનાના સમયગાળામાં છેલ્લાં સાત ક્વાર્ટરમાં સૌથી વધુ ઝડપે વૃદ્ધિ કરી છે. ગઇ કાલે જાહેર કરાયેલા જીડીપી ડેટા ૭.૭ ટકા આવ્યા છે, જેની સકારાત્મક અસર શેરબજારમાં જોવા મળી છે.

મે મહિનામાં સારા સેલ્સ ડેટાની આશાએ ઓટો શેર અપ
મારુ‌િત સુઝુકી ૧.૦૬ ટકા
ટાટા મોટર્સ ૧.૩૩ ટકા
બજાજ ઓટો ૦.૯૦ ટકા
અશોક લેલેન્ડ ૧.૦પ ટકા
આઇશર મોટર ૧.૩પ ટકા

You might also like