ઓટો શેરની આગેવાનીએ શેરબજારમાં ઉછાળો નોંધાયો

ત્રણ દિવસની સળંગ રજા બાદ અને આરબીઆઈની પોલિસી પૂર્વે વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલા સુધારા વચ્ચે આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૩૬ પોઇન્ટના સુધારે ૩૧,૫૧૯, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૬ પોઇન્ટના સુધારે ૯૮૫૦ પોઇન્ટની ઉપર ૯૮૫૫ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. સપ્ટેમ્બર મહિનાના ઓટો સેલ્સના ડેટા સારા આવતા તેની ઓટો શેર ઉપર પોઝિટિવ અસર નોંધાઇ હતી. ટાટા મોટર્સ કંપનીના શેરમાં પાંચ ટકાનો ઉછાળો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ ઘટાડે નવી ખરીદી નોંધાતી જોવા મળી હતી, જોકે બેન્ક સેક્ટર રેડ ઝોનમાં જોવા મળ્યું હતું.

આજે શરૂઆતે એફએમસીજી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં નીચા મથાળે જોરદાર ખરીદી નોંધાતી જોવા મળી હતી. ભારતી ઇન્ફ્રાટેલ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ઓટો, ગેઇલ કંપનીના શેરમાં ચાર ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં નાલ્કો, પિરામલ એન્ટરપ્રાઇઝ, ભારત ફોર્જ, એપોલો હોસ્પિટલ, લિંકન ફાર્મા, પીએનસી ઇન્ફ્રાટેક કંપનીના શેરમાં ૩થી ૬ ટકાનો ઉછાળો આવ્યો હતો.

માર્કેટ કેપમાં  ૧.૯૧ લાખ કરોડનો ઉમેરો
શેરબજારમાં જોવા મળેલા ઉછાળાના પગલે માર્કેટ કેપમાં સુધારો નોંધાયો છે. આજે શરૂઆતે જ માર્કેટ કેપમાં ૧.૯૧ લાખ કરોડનો ઉમેરો થતો જોવા મળ્યો છે.

ઓટો શેરમાં ઉછાળો
ટાટા મોટર્સ ૫.૦૧ ટકા
બજાજ ઓટો ૨.૦૭ ટકા
ટીવીએસ મોટર્સ ૧.૫૯ ટકા
મારુતી સુઝુકી ૦.૫૪ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૧૦ ટકા
હીરો મોટો કોર્પ ૧.૦૮ ટકા

You might also like