ઓટો સેકટરની આગેવાનીએ શેરબજારમાં સુધારો ધોવાયો

મુંબઈ: અોટોમાેબાઈલ સેક્ટરની અાગેવાનીઅે શેરબજાર ઘટાડે ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૩૬ પોઈન્ટના ઘટાડે ૨૫,૬૫૮ અને એનએસઇ નિફ્ટી ૧૪ પોઈન્ટના ઘટાડે ૭,૮૫૧ પોઈન્ટની સપાટીએ ખૂલી હતી. અાજે શરૂઅાતથી શેરબજારમાં પ્રોફિટ બુકીંગનો માહોલ સર્જાયો હતો. શેરબજારમાં સુસ્તી જોવાઈ હતી. બેંક નિફ્ટીમાં પણ ૦.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ટાટા મોટર્સ કંપનીના શેરમાં ૨.૪૮ ટકા, હિન્દાલ્કો કંપનીના શેરમાં ૨.૨૪ ટકા જ્યારે બજાજ અોટો કંપનીના શેરમાં ૦.૯૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જોકે બીજી બાજુ ટાટા સ્ટીલ, એચયુએલ અને ડો. રેડીઝ લેબ્સ કંપનીના શેરમાં ૭.૮૪ ટકાથી ૧.૫૦ ટકાનો સુધારો જોવાયો હતો.

જ્વેલરી કંપનીના શેરમાં ઘટાડો
અાજે મોટા ભાગની જ્વેલરી કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો હતો. સરકારે બે લાખ કે તેથી ઉપરની રોકડેથી ખરીદી માટે પાનકાર્ડનો નિયમ ફરજિયાત બનાવ્યા બાદ જ્વેલરી ઉપર એક ટકા એક્સાઈઝ ડ્યૂટી લાદી હતી.  ત્યારબાદ ૪૨ દિવસની અચોક્કસ મુદતની હડતાળ પાડી હતી. જોકે જ્વેલર્સને અખાત્રીજે ઊંચું વેચાણ થવાની અાશા હતી, પરંતુ અા અાશા પણ ઠગારી નીવડી હતી, જેના પગલે જ્વેલર્સ કંપનીના શેર ઉપર પણ તેની અસર જોવાઈ હતી. અાજે શરૂઅાતે મોટા ભાગની જ્વેલરી કંપનીના શેર રેડ ઝોનમાં ખૂલ્યા હતા

કંપનીનું નામ               ટકાવારીમાં ઘટાડો
પીસી જ્વેલર્સ                ૧.૭૦ ટકા
ટીબીઝેડ                        ૧.૨૩ ટકા
શ્રેણુજ એન્ડ કંપની        ૪.૯૦ ટકા

You might also like