ગુનામાં વપરાયેલી રિક્ષા પોલીસે જમા લેતાં યુવક બેરોજગાર!

અમદાવાદ: સામાન્ય રીતે કોઇ વ્યક્તિ નોકરી અથવા ધંધો ન કરતી હોય અથવા તેને નોકરી ન મળતી હોય તો તેને બેરોજગાર કહે છે, પરંતુ બીજાના કારણે પોતે બેરોજગાર બન્યા હોવાનું શાહપુરમાં થયેલા હત્યાના પ્રયાસમાં બન્યું છે. ચાર દિવસ અગાઉ શાહપુર દરવાજા બહાર અંગત અદાવતમાં યુવક ઉપર થયેલા જીવલેણ હુમલામાં આરોપી સંજય જે રિક્ષામાં આવ્યો હતો તે રિક્ષા તેણે તેના મિત્ર સાથે મળીને તેના ફ્લેટમાંથી જ ચોરી કરી હતી. આ મામલે રિક્ષાના માલિકે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે ચારેક દિવસ અગાઉ દૂધેશ્વર રોડ પર આવેલી વા‌િટકા રે‌િસડન્સીમાં રહેતાે સંજય ઉર્ફે ચીકુ યાદવ તેના ભાઇને રિક્ષામાં લઇ શાહપુર દરવાજા બહાર લિયાકત નામના યુવક પર પિસ્તોલથી ફાયરિંગ કરવા ગયો હતો, પરંતુ મેગ‌િઝન નીકળી જતાં છરાના ઘા મારી ફરાર થઇ ગયા હતા.

આ મામલે માધવપુરા પોલીસે તપાસ કરતાં રિક્ષા વાટિકા રે‌િસડન્સીમાં રહેતા જગદીશભાઇ દંતાણીની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સંજય અને તેના ભાઇની ધરપકડ કરી રિક્ષા કબજે કરી હતી. દરમ્યાનમાં મંગળવારે સવારે જગદીશભાઇ બહારગામથી ઘરે પરત ફર્યા ત્યારે રિક્ષા ન જોતાં સિક્યો‌િરટી ગાર્ડને રિક્ષા બાબતે પૂછતાં માધવપુરા પોલીસ લઇ ગઇ હોવાનું જણાવ્યું હતું. જગદીશભાઇએ પોલીસને પૂછતાં આ રિક્ષાનો સંજય યાદવે લિયાકત પર હુમલો કરવાના ગુનામાં ઉપયોગ કર્યો છે, જેથી ફલેટના સીસીટીવી કેમરા જોતાં આરોપી સંજય યાદવ અને તેના મિત્ર સાહેબસિંહ ઉર્ફે નૂતન તોમરે સ્ટિયરિંગ લોક તોડી અને સોકેટ કાઢી રિક્ષાની ચોરી કરી હતી. માધવપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે જગદીશભાઇએ રિક્ષાાની ચોરીની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
http://sambhaavnews.com/

You might also like