રિક્ષાચાલકે મહિલા મુસાફરને લૂંટી લઈ અધવચ્ચે ઉતારી મૂકી

અમદાવાદ: ઓઢવ વિસ્તારમાં રિક્ષાચાલક અને તેના મળતિયાઓએ રિક્ષામાં બેઠેલ એક મહિલા મુસાફરને લૂંટી લઈ તેને અધવચ્ચે ઉતારી મૂકવાની ઘટના બનતા પોલીસે અા અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે મેઘાણીનગર-કલાપીનગર નજીક અાવેલ કૈલાસનગર સોસાયટીમાં રહેતી પ્રભાબહેન પ્રવીણભાઈ પંચાલ નામની મહિલા સવારના ૧૦.૩૦ વાગ્યાના સુમારે ઓઢ‍વ સોનીની ચાલી બ્રિજ નજીકથી રિક્ષામાં બેસી વિહણ પાર્ક ખાતે જવા નીકળી હતી. અા રિક્ષામાં અન્ય પેસેન્જરો પણ બેઠા હતા.

રિક્ષાચાલક અને તેના મળતિયાઓએ અા મહિલાના ગળામાંથી રૂ. ૩૦ હજારની કિંમતનો સોનાનો દોરો લૂંટી લીધો હતો ત્યારબાદ મહિલાને ઓઢવ ફાયરબ્રિગેડ નજીક રિક્ષામાંથી ઉતારી દઈ રિક્ષાચાલક અને તેના મળતિયાઓ ફરાર થઈ ગયા હતા.

અા ઉપરાંત અાજ વિસ્તારમાં કઠવાળા રોડ પર પણ રિક્ષાચાલક અને તેના મળતિયાઓએ શામજીભાઈ દલસુખભાઈ નામના મુસાફરની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી રૂ. ૬ હજારની રોકડ રકમ શેરવી લીધી હતી. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like