શહેરમાં તમામ ઓટોરિક્ષામાં હવે ડિજિટલ મીટર ફરજિયાત

અમદાવાદ: શહેરમાં નવી નોંધાતી પેસેન્જર રિક્ષામાં ડિજિટલ મીટર ફર‌િજયાત બનાવવામાં આવ્યાં છે. હવે પછી ડિજિટલ મીટર વગર કોઈ પણ નવી કે જૂની રિક્ષાનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહિ, જોકે આરટીઓએ રિક્ષા ડ્રાઈવર યુનિયનને જાણ કર્યા વગર બારોબર અમલી બનાવેલા નિર્ણય સામે રિક્ષાચાલકોમાં રોષ વ્યાપી ગયો છે. આરટીઓ દ્વારા ફર‌િજયાત ડિજિટલ મીટરના નિર્ણયનો ઓટો‌િરક્ષા એસોસિયેશને વિરોધ નોંધાવ્યો છે.

અમદાવાદ શહેરમાં રોજ 1.70 લાખ જેટલી રિક્ષા છે. આરટીઓ દ્વારા હવે તબક્કાવાર નવી નોંધાતી રિક્ષામાં ડિજિટલ મીટર લગાવવામાં આવે છે, રિક્ષાચાલકોની રિક્ષામાં ફ્લેગ મીટર લગાવવાનો ખર્ચ રૂ. ૨૦૦૦નો ખર્ચ થાય છે. આ ડ‌િજીટલ મીટર માટે 3500થી વધુ ખર્ચ કરવો પડે છે. આરટીઓએ અમદાવાદની તમામ રિક્ષામાં ફર‌િજયાત ડિજિટલ મીટર લગાવવાનું શરૂ કરી દીધું છે.

આરટીઓ દ્વારા ડિજિટલ મીટર એટલે ઓટોરિક્ષામાં લગાવેલ ડિજિટલ મીટરમાં રિક્ષામાં મુસાફરી કરનાર લોકોને ડિજિટલ મશીનથી કેટલું ભાડું થયું તે ભાડું સ્ક્રીન પર બતાવાશે. આરટીઓમાં રિક્ષા માટે દર વર્ષે પાસિંગ કરાવવું પડે છે, જે તમામ રિક્ષામાં ફ્લેગ મીટર લગાવેલાં હોય છે અને ફ્લેગ મીટર માટે એલડી એન્જિનિયરિંગ કોલેજનું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવતું હતું અને તે સસ્તામાં પતી જતું હોય છે. હાલ આ ડિજિટલ મીટર માટે આરટીઓ દ્વારા તોલમાપ ખાતાનું સર્ટિફિકેટ આપવાનું રહેશે. ડિજિટલ મીટરના સર્ટિફિકેટ માટે 1000 રૂપિયા દર વર્ષે ખર્ચવા પડશે અને તોલમાપ ખાતા દ્વારા માત્ર ચાર ડીલરને ડિજિટલ મીટર લગાવવાનો અને સર્ટિફિકેટ આપવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

રિક્ષાચાલકોની માગ છે કે ડિજિટલ મીટર સસ્તું થાય અને એલડીનું સર્ટિફિકેટ માન્ય ગણવામાં અાવે જૂની રિક્ષામાં ફ્લેગ મીટરનું પા‌િસંગ કરવામાં આવે, નહિ તો રિક્ષા યુનિયન હડતાળ પર જશે. આરટીઓ અધિકારી જી.એ. પરમારે જણાવ્યું કે અમે નવી તેમજ જૂની રિક્ષામાં ડિજિટલ મીટર ફરજિયાત લગાવવાનું શરૂ કરી દીધું છે.  રિક્ષા ડ્રાઇવર યુનિયનના પ્રમુખ ઇમ્તિયાઝ લંઘાએ જણાવ્યું કે ડિજિટલ મીટર લગાવવા માટે આરટીઓમાંથી યુનિયનને જણાવવામાં આવ્યું નથી. આ ડિજિટલ મીટર ચાઇના જેવાં છે અને મોંઘાં છે. અમે પહેલી તારીખ પછી લાલદરવાજા ખાતે રિક્ષા યુનિયનની મીટિંગ કરીશું.
http://sambhaavnews.com/

You might also like