ઓટોમોબાઈલ, આઈટી ટેક્નોલોજી સેક્ટોરિયલ ઈન્ડેક્સ રેડ ઝોનમાં

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી છે. ઓટોમોબાઇલ, આઇટી ટેક્નોલોજી સહિત મોટા ભાગના સેક્ટોરિયલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં ખૂલ્યા હતા. એશિયાઇ બજારમાં જોવા મળેલી વેચવાલીની અસર સ્થાનિક બજાર ઉપર પણ જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૪૯ પોઇન્ટના ઘટાડે ૨૮,૩૦૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૯ પોઇન્ટના ઘટાડે ૮,૭૮૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આમ, શરૂઆતે જ નિફ્ટીએ ૮,૮૦૦ની સપાટી તોડી હતી.

દરમિયાન બેન્ક શેર સહિત બેન્ક નિફ્ટી પણ પ્રેશરમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં ૩૧ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ ૨૦,૨૨૦ની સપાટીએ જોવા મળી હતી. તો બીજી બાજુ ડિફેન્સિવ એફએમસીજી અને ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ જોવાઇ હતી.

આજે શરૂઆતે હીરો મોટો કોર્પ કંપનીના શેરમાં ૧.૭૩ ટકા, બજાજ ઓટો કંપનીના શેરમાં ૧.૬૪ ટકા, જ્યારે કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં ૧.૨૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ અદાણી પોર્ટ્સ, ઓએનજીસી અને રિલાયન્સ કંપનીના શેરમાં ૦.૭૦ ટકાથી એક ટકા સુધીનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સકારાત્મક પરિબળોના અભાવ વચ્ચે બજારમાં સુધારાની ચાલનો અભાવ વર્તાઇ રહેલો જોવા મળી રહ્યો છે.

ઓટો શેરમાં વેચવાલી
ટાટા મોટર્સ ૧.૧૭ ટકા
બજાજ ઓટો ૧.૫૫ ટકા
હીરો મોટો કોર્પ ૧.૭૩ ટકા
મારુતિ સુઝુકી ૦.૫૭ ટકા
અશોક લેલેન્ડ ૦.૮૭ ટકા
આઈશર મોટર ૦.૨૧ ટકા
http://sambhaavnews.com/

You might also like