જાણો..ઓટો કંપનીના શેરમાં કેમ જોવા મળ્યો ઉછાળો

અમદાવાદ: દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચતાં કેન્દ્રએ વધતા આ પ્રદૂષણને અટકાવવા સખત પગલાં ભર્યાં છે, જેમાં દિલ્હીમાં બીએસ-૬ સ્તરના વાહન ફ્યુઅલની સપ્લાય અગાઉ નક્કી કરેલા સમય કરતાં બે વર્ષ પહેલાં ૧ એપ્રિલ, ૨૦૧૮થી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે ઓટો ડિમાન્ડમાં વધારો થવાની શક્યતાઓ પાછળ આજે શરૂઆતે ઓટો કંપનીના શેરમાં ઉછાળો નોંધાતાે જોવા મળ્યો છે. નોંધનીય છે કે અગાઉ ૧ એપ્રિલ, ૨૦૨૦થી લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો.

આજે શરૂઆતે મધરસન સુમી, જેબીએમ ઓટો, સોના કોયો કંપનીના શેરમાં ૦.૧૦થી ૩.૪૦ ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સરકારના નિયમોમાં ફેરફાર થવાના કારણે કેટલાક ઓટો પાર્ટ્સની માગમાં વધારો થવાના અનુમાનથી આજે મોટા ભાગની ઓટો કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.

ઓટો એન્સિલરી કંપનીના શેરમાં ઉછાળો
બોશ ૦.૫૩ ટકા
એક્સાઈડ ઈન્ડ. ૦.૩૩ ટકા
અમર રાજા બેટરી ૧.૦૧ ટકા
મધરસન સુમી ૦.૦૬ ટકા
જેબીએમ ઓટો ૩.૪૩ ટકા
સોના કોયો ૦.૧૪ ટકા
રીકો ઓટો ૧.૫૨ ટકા

You might also like