ઓટો કંપનીના શેર રિવર્સ ગિયરમાં, બાવન સપ્તાહની નીચી સપાટી નજીક પહોંચ્યા

અમદાવાદ: મોટા ભાગની ઓટો કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગના ચાલ જોવા મળી હતી. એક મહિનામાં આ કંપનીના શેરમાં ૨૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ઓટો કંપનીના શેર બાવન સપ્તાહની નીચી સપાટીની નજીક પહોંચેલા જોવા મળ્યા હતા.

સરકારની ઓટો સેક્ટરને રાહત મળે તેવી સ્પષ્ટ નીતિના અભાવ તથા તાજેતરના ટ્રકોના માલ પરિવહન ક્ષમતામાં વધારો કરતા વેચાણ પર અસર થશે તેવા સેન્ટિમેન્ટ પાછળ ઓટો કંપનીના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.

ખાસ કરીને લાઇટ મોટર વિહિકલ અને હેવી મોટર વિહિકલ કંપનીના શેરમાં તેની સીધી અસર જોવા મળી હતી. એટલી જ નહીં કેટલીક ટુ વ્હિલર કંપનીના શેરમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળેલી પ્રોફિટ બુકિંગની ચાલના પગલે આ શેરમાં ઘટાડો નોંધાયો હતો.

હીરો મોટો કોર્પ કંપનીના શેરમાં એક મહિનામાં ૪.૫૬ ટકા, જ્યારે ટીવીએસ મોટર કંપનીના શેરમાં ૪.૩૩ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. નવી ખરીદીના અભાવ વચ્ચે તથા પ્રોફિટ બુકિંગની ચાલની અસરથી આ કંપનીના શેરમાં ઘટાડો જોવાયો હતો.

ઓટો કંપનીના શેર બાવન સપ્તાહના તળિયાની નજીક
બાવન સપ્તાહની ગઈ કાલનો એક મહિનામાં
નીચી સપાટી બંધ ભાવ ઘટાડો
ટાટા મોટર્સ રૂ. ૨૪૭.૫૫ રૂ. ૨૫૧.૯૫ – ૧૮.૪ ટકા
અશોક લેલેન્ડ રૂ. ૯૮.૮૦ રૂ. ૧૧૦.૬૦ – ૨૦.૩૫ ટકા
આઈશર મોટર્સ રૂ. ૨૬,૦૦૦.૦૦ રૂ. ૨૭,૨૬૨.૫૦ – ૯.૫૦ ટકા
મારુતિ સુઝુકી રૂ. ૭,૩૭૭.૭૫ રૂ. ૯,૩૬૮.૭૦ + ૪.૧૭ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ. ૬૧૨.૫૦ રૂ. ૯૦૨.૨૫ – ૧.૧૫ ટકા
બજાજ ઓટો રૂ. ૨,૭૦૧.૦૦ રૂ. ૩,૧૦૫.૦૫ + ૭.૦૦ ટકા
હીરો મોટો કોર્પ રૂ. ૩,૩૫૩.૭૫ રૂ. ૩,૫૦૧.૫૦ – ૪.૫૬ ટકા
ટીવીએસ મોટર્સ રૂ. ૫૨૮.૨૦ રૂ. ૫૭૨.૮૫ – ૪.૩૩ ટકા

You might also like