અોટો, બસ, ટ્રેન અને પાર્કિંગમાં એક સ્માર્ટકાર્ડથી પેમેન્ટ થશે

નવી દિલ્હી: અોટો, બસ, ટેક્સી, ટ્રેન, મેટ્રો કે પાર્કિંગમાં એક જ કોમન સ્માર્ટ કાર્ડથી પેમેન્ટ કરવાની યોજના એક દાયકા બાદ અમલમાં અાવી શકે છે. તેનું કારણ અે છે કે અા યોજનામાં બેન્કોઅે રસ દાખવ્યો છે. સાથે પેમેન્ટ ગેટ વેની ટેકનોલોજીમાં સુધારા બાદ રેવેન્યુ શેરિંગની ઘટના પણ સુલજી ગઈ છે.

કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટીઝથી અા કાર્ડની શરૂઅાત કરવાનો નિર્ણય લીધો છે. અા જ કારણ છે કે મિનિસ્ટ્રી અોફ અર્બન ડેવલોપમેન્ટે સ્માર્ટ સિટીને જારી કરેલી એડ્વાઈઝરીમાં કહ્યું છે કે કોમન મોબિલિટી કાર્ડના સ્પેસિફિકેશન અને સ્ટાન્ડર્ડને ફોલો કરે. કેન્દ્ર સરકાર અા કાર્ડનો ઉપયોગ સમગ્ર દેશમાં કરવા ઇચ્છે છે પરંતુ સ્માર્ટ સિટીમાં મળનારાં રિઝલ્ટ બાદ તેણે દેશભરમાં લાગુ કરાશે.

નેશનલ અર્બન ટ્રાન્સફર પોલિસી ૨૦૦૬માં એક એવા સ્માર્ટ કાર્ડને લોન્ચ કરવાનું કહેવાયું હતું જેનો દરેક પબ્લિક ટ્રાન્સપોર્ટ મોડ પર પેમેન્ટ માટે ઉપયોગ કરી શકે. અા કાર્ડ દ્વારા બસ, મેટ્રો ટ્રેન, અોટો, ટેક્સી ઉપરાંત પાર્કિંગ ચાર્જ અને ટોલ ટેક્સનું પેમેન્ટ પણ કરી શકે છે. અા કાર્ડને દિલ્હી મેટ્રો કાર્ડની જેમ પ્રિપેઇડ રિચાર્જ કરાવવું પડશે.

વર્ષ ૨૦૦૬માં કાગળોમાં બનેલી અા યોજનાને શરૂ કરવા માટે વર્ષ ૨૦૧૧માં યુનિયન અર્બન ડેવલપમેન્ટ કમલનાથે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ લોન્ચ કર્યું હતું જેનું નામ ‘મોર’ હતું, પરંતુ લોન્ચિંગ છતાં શહેરોમાં અા કાર્ડ શરૂ ન થઈ શક્યું.

કેસલેસ ઇકોનોમી બાદ નરેન્દ્ર મોદી સરકારે અા કાર્ડને લોન્ચ કરવા માટે ફરી કાર્ડ શરૂ કર્યું અને ૨૦૧૫માં મિનિસ્ટ્રી અોફ અર્બન ડેવલોપમેન્ટે એક કમિટી રચી. જેનું કામ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ માટે સ્ટાન્ડર્ડ અને સ્પેશિફિકેશન તૈયાર કરવાનું હતું. કમિટીઅે પોતાના રિપોર્ટ મિનિસ્ટ્રી અોફ અર્બન ડેવલપમેન્ટને સોંપી દીધા છે.

http://sambhaavnews.com/

You might also like