ઓટો અને બેન્ક શેરની આગેવાનીએ શેરબજાર વધુ પ્રેશરમાં ખૂલ્યું

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં વધુ ઘટાડો નોંધાયો હતો. બીએસઇ સેન્સેક્સ ૭૭ પોઇન્ટના ઘટાડે ૨૫,૯૦૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૭,૯૫૩ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. ખાસ કરીને ઓટોમોબાઇલ અને બેન્કિંગ સેક્ટરના શેરમાં જોવાયેલા ઘટાડાના પગલે શેરબજાર વધુ પ્રેશરમાં જોવા મળ્યું હતું.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટર પણ પ્રેશરમાં જોવાયા હતા. આજે શરૂઆતે મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૧૫ ટકા, જ્યારે સ્મોલકેપ સેક્ટરમાં ૦.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગેઇલ કંપનીના શેરમાં ૧.૬૦ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના શેરમાં ૧.૪૯ ટકાનો ઘટાડો જોવાયો હતો. વિપ્રો કંપનીના શેરમાં પણ ૧.૪૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ સન ફાર્મા, ઓએનજીસી, રિલાયન્સ કંપનીના શેરમાં ૧.૪૦ ટકા સુધીનો સુધારો જોવાયો હતો.

આજે સળંગ આઠમા સેશનમાં શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. એશિયાનાં મોટા ભાગનાં શેરબજારો રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં તેનું પ્રેશર પણ સ્થાનિક શેરબજાર ઉપર જોવાયું હતું.

આજે ઓટો કંપનીના શેર રિવર્સ ગિયરમાં ખૂલ્યા
ટાટા મોટર્સ – ૦.૯૨ ટકા
મહેન્દ્રા એન્ડ મહિન્દ્રા – ૧.૬૧ ટકા
મારુતિ સુઝુકી – ૦.૨૮ ટકા
હીરો મોટો કોર્પ – ૦.૦૨ ટકા
આઇશર મોટર્સ ૦.૯૩ ટકા
અશોક લેલેન્ડ ૦.૭૧ ટકા

You might also like