ઓટો-બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ જોવાયું

અમદાવાદ: સેન્સેક્સમાં ગઇ કાલે ૩૧૦ પોઇન્ટના જોવાયેલા ઘટાડા બાદ આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી. ખાસ કરીને ઓટોમોબાઇલ અને બેન્ક શેરમાં વેચવાલી નોંધાઇ હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૩૧ પોઇન્ટના ઘટાડે ૨૭,૭૩૯ પોઇન્ટની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૭ પોઇન્ટના ઘટાડે ૮,૫૫૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ફાર્મા, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં પણ વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક શેરબજારમાં જોવા મળેલા પ્રેશર તથા સ્થાનિક લેવલે એફઆઇઆઇની વેચવાલીએ શેરબજારમાં પ્રેશર જોવા મળ્યું હતું. વૈશ્વિક લેવલે કોઈ મોટી ખાનાખરાબી સર્જાઇ શકે છે અને તેને કારણે વૈશ્વક તથા સ્થાનિક મોરચે શેરબજારમાં ઘટાડો જોવાય તેવી ભીતિએ શેરબજારમાં પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાતી જોવા મળી રહી છે.

આજે શરૂઆતે સન ફાર્મા કંપનીના શેરમાં ૨.૩૧ ટકા, ટાટા મોટર્સ કંપનીના શેરમાં ૧.૩૭ ટકા, જ્યારે એસબીઆઇ કંપનીના શેરમાં ૧.૩૦ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બેન્કના શેરમાં પણ વેચવાલી જોવા મળી છે. બેન્ક નિફ્ટીમાં ૯૬ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ ૧૮,૫૫૧ની સપાટીએ જોવાઇ છે.

You might also like