‘બ્લૂ વ્હેલ ગેમ’ અને ‘કીકી ચેલેન્જ’ કરતાં પણ ખતરનાક છે ‘મોમો ચેલેન્જ’

મુંબઇ: જો તમે વોટ્સએપ કે ફેસબુક પર વધુ સમય વીતાવતાં હો તો સાવધાન થઇ જાઓ. આ નેટવર્કિંગ સાઇટ પર તમે અજાણ્યા નંબરને વિચાર્યા વગર સેવ પણ ન કરો. જો તમે અજાણ્યા નંબરને સેવ કર્યા તો તે અજ્ઞાત નંબર તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

જે નંબર મોત વહેંચી રહ્યું છે તેને ‘મોમો’ કહે છે. ‘બ્લૂ વ્હેલ ગેમ’ અને ‘કીકી ચેલેન્જ’ બાદ હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં ‘મોમો ચેલેન્જ’ ખૂબ જ ઝડપથી વાઇરલ થઇ રહી છે. તે વોટ્સએપ દ્વારા ફેેલાઇ રહી છે. એવો દાવો કરવામાં આવે છે કે ‘મોમો’ જાપાનથી આવી છે. ‘મોમો ચેલેન્જ ગેમ’ માટે જે ડરામણી તસવીરનો ઉપયોગ થયો છે તેને જાપાની કલાકાર મિદોરી હાયાસીએ બનાવી છે.

હાયાસીને આ ગેમ સાથે કોઇ લેવાદેવા નથી. આ ચેલેન્જ જોખમ ભરેલી છે. ‘મોમો’ તે પૂરી ન કરતાં યુઝર્સને લડે છે અને સખત સજા આપવાની ધમકી પણ આપે છે. તેનાથી ડરીને યુઝર્સ આદેશ માનવા મજબૂર થઇ જાય છે. આ ‘મોમો’ની વાતોમાં ફસાઇને વ્યક્તિ ડિપ્રેશનમાં ચાલી જાય છે અને જીવ આપવા મજબૂર બને છે. ‘મોમો ચેલેન્જ’ લેનારા લોકોમાં મોટા ભાગે બાળકો અને યુવાનો છે.

સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ ‘મોમો ચેલેન્જ’ ગેમથી એક નહીં, પરંતુ અનેક ખતરા છે. આ ગેમના માધ્યમથી અપરાધીઓ બાળકો અને યુવાનોને ફસાવે છે. પર્સનલ જાણકારી ચોર્યા બાદ તેમનાં પરિવારજનોને બ્લેકમેલ કરવા અને ખંડણી માગવામાં પણ તેનો ઉપયોગ કરે છે એટલું જ નહીં, આ પ્રકારની ગેમથી બાળકોને તણાવમાં નાખી દઇને આપઘાત કરવા માટે ઉશ્કેરે છે.

કેવી રીતે મળે છે ચેલેન્જ?
સૌથી પહેલાં યુઝર્સને અજાણ્યો નંબર મળે છે, જેને સેવ કરીને ‘હાય હેલો’ કરવાની ચેલેન્જ અપાય છે. ત્યારબાદ તે અજ્ઞાત નંબર વાત પર કરવાની ચેલેન્જ અપાય છે. આગળ જતાં શંકાસ્પદ નંબરથી યુઝર્સને ડરામણી તસવીરો અને વીડિયો ‌િક્લપ આવવા લાગે છે. યુઝર્સને કેટલાંક કામ અપાય છે તે પૂરાં ન થાય ત્યારે તેને ધમકાવવામાં આવે છે.

ધમકીથી ડરીને યુઝર્સ આત્મહત્યા કરવા માટે મજબૂર બને છે. ઓસ્કાર હોસ્પિટલના ડો.રાજેશ કાકડેનું કહેવું છે કે વોટ્સએપ અને ફેસબુક પર જો બાળક વધુ સક્રિય રહેતું હોય તો તેના પર નજર રાખવી જોઇએ. બાળકને અજ્ઞાત નંબર પર વાત કરતાં અટકાવવું જોઇએ.

divyesh

Recent Posts

કામ કરીને થાકેલા મજૂર 160 ફૂટ ઊંચા વીજળીના ટાવર ઉપર સૂઈ ગયા

ચીનમાં મજૂરોનું એક ગ્રૂપ ૧૬૦ ફૂટ ઊંચા વીજળીના ટાવર પર સૂતેલું જોવા મળ્યું હતું. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા…

2 days ago

ખુશ રહેવું હોય તો હસો, તેનાથી પોઝિટિવ વિચાર આવે છેઃ રિસર્ચ

ખુશ રહેવાનો સંબંધ હસવા સાથે પણ છે. એક રિસર્ચમાં દાવો આ દાવો કરાયો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ છેલ્લા ૫૦ વર્ષના ડેટાનો…

2 days ago

મહાભારતના નાયક યુધિષ્ઠિર કેમ છે?

આ કોલમમાં મહાભારતનાં માહાત્મ્યની ચર્ચા કર્યા પછી હવેથી આપણે મહાભારતનાં પાને પાને પથરાયેલા ધર્મ તત્વને જાણવાની કોશિશ કરીશું. મહાભારતનાં પાત્રોનો…

2 days ago

બે કરોડથી વધુ લોકો ઈન્કમટેક્સના નિશાન પરઃ 30 જૂન સુધીમાં કાર્યવાહી

ડાયરેક્ટ ટેક્સની વસૂલાતમાં ઘટાડો થતાં હવે ઇન્કમટેક્સ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ…

2 days ago

IPL પર રમાતો 80 ટકા સટ્ટો ઓનલાઈનઃ પોલીસ ઓફલાઈન

આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. બુકીઓ માટે આઇપીએલની મેચ તહેવારની જેમ હોય છે. બુકીઓ તેમજ ખેલીઓને…

2 days ago

Public Review: ‘કલંક’ એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મ સારી, સ્ક્રિપ્ટ નબળી

આ ફિલ્મ ખૂબ જ સારી છે. ફિલ્મનું ટ્વિસ્ટ અંત સુધી બાંધીને રાખે છે. ફિલ્મમાં સારો દેખાવ અને સુંદર દૃશ્ય દર્શાવવામાં…

2 days ago