રબાડાના સપાટા સામે કાંગારુંઓની શરણાગતિ

પર્થ: આજે ટેસ્ટ મેચના અંતિમ દિવસે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બૉલર કેગિસો રબાડાએ પાંચ વિકેટ ઝડપી દક્ષિણ આફ્રિકાને અહીં ઓસ્ટ્રેલિયાની ટીમ સામે રમાતી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં વિજયના પગથિયે લાવી મૂકી દીધું છે.
જીત હાંસલ કરવા માટે ૫૩૯ રનના મુશ્કેલ લક્ષ્ય સામે યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમે ગઈ કાલે તેના બીજા દાવમાં રમતની સમાપ્તિ સુધીમાં ૧૬૯ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ગઈ કાલની રમત બંધ રહી ત્યારે ઉસ્માન ખ્વાજા ૫૮ અને મિચેલ માર્શ ૧૫ રને બેટિંગ કરી રહ્યા હતા.

આજે પાંચમા દિવસે મિચેલ માર્શ ૨૬ રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રબાડાનો શિકર બન્યો હતો. તે એલબી આઉટ થયો હતો. ત્યાર બાદ ગઈ કાલના અણનમ બેટ્સમેન ખ્વાજા અને નેવિલે મળીને ટીમનો સ્કોર ૨૪૬ રન સુધી પહોંચાડ્યો હતો. શાનદાર બેટિંગ કરી રહેલો ખ્વાજા ડુમિનીની બોલિંગમાં ૯૭ રને આઉટ થઈ જતાં સદી ચૂકી ગયો હતો. સાતમી વિકેટના રૂપમાં સ્ટાર્ક આઉટ થયો હતો. તે રબાડાની બોલિંગમાં ૧૩ રન કરીને એલબી આઉટ થયો હતો. રબાડાનો આ પાંચમો શિકાર હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર સાત વિકેટે ૨૬૪ રન છે. આમ, દક્ષિણ આફ્રિકા આ ટેસ્ટ જીતવાથી ફક્ત ત્રણ વિકેટ દૂર છે.

You might also like