ધોની સાથે છેતરપિંડી કરી હોવાનો ઓસ્ટ્રેલિયન કંપની પર લાગ્યો આરોપ

નવી દિલ્હી : ભારતીય વન ડે ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ભલે ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિ જાહેર કરી હોય પરંતુ આજે પણ દુનિયાની જાહેરાતમાં તે સૌથી વધુ લોકપ્રિય ખેલાડી છે. પરંતુ એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાની એક બ્રાન્ડ સ્પાર્ટન સ્પોર્ટસ કંપનીએ ધોની સાથે 20 કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલિયાની સ્પાર્ટન સ્પોર્ટસ કંપનીએ 13 કરોડ રૂપિયાથી વધુનો ધોની સાથે કરાર તેમજ ત્રણ વર્ષનો બેટ સાથેનો કરાર કર્યો હતો. પરંતુ કંપની સમયાંતરે પૈસાની ચૂકવણી કરવામાં અસફળ રહી છે. ધોનીના બેટની રોયલ્ટી સાથે આ રકમ અંદાજે 20 કરોડ જેટલી થાય છે. ધોનીની મેનેજમેન્ટ કંપનીએ રિતી સ્પોર્ટસ સાથે વાત કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કુણાલ શર્માની સ્પોર્ટસ કંપનીએ કરાર પછી અત્યાર સુધીમાં ચાર હપ્તામાં જ ચૂકવણી કરી છે જે ડિસેમ્બર 2013 સુધી જ કરવામાં આવી છે. જેની ચુકવણી 2016માં કરવામાં આવી છે. રિતિ સ્પોર્ટસના માલિકને પુછવામાં આવતા તેઓએ જણાવ્યું કે આ બધુ ઠીક નથી અને આશા છે કે આ મામલાનો જલ્દી ઉકેલ આવશે.

You might also like