બૉલ ટેમ્પરિંગ વિવાદઃPMની દખલ બાદ મેચની વચમાં જ સ્ટિવ સ્મિથે આપ્યું રાજીનામું

ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટમાં બૉલ ટેમ્પરિંગ વિવાદને લઈને કાંગારુ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઈસ કેપ્ટન ડેવિડ વૉર્નરે રવિવારે રાજીનામું આપી દીધું છે. આ નિર્ણય પાછળ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેલ્કમ ટર્નબુલની દખલ કારણભૂત છે, તેવું જાણવા મળી રહ્યું છે.

પૂર્વ ક્રિકેટર શેન વૉર્ન પ્રમાણે, ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ કેપ્ટને ટેસ્ટ મેચ વચ્ચે રાજીનામું આપી દીધું છે. હવે આ મેચમાં ટિમ પેનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેલ્કમ ટર્નબુલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન ડેવિડ પીવરને બૉલ ટેમ્પરિંગ વિવાદમાં જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે, ‘દેશમાં નેતાઓ કરતા પણ ક્રિકેટરોને વધુ મહત્વ આપવામાં આવે છે, એવામાં આ ઘટના શરમજનક છે.’

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ‘અમે ટેસ્ટ મેચ ચાલુ રાખવા માગીએ છીએ. લોકોની અપેક્ષા હોય છે કે ઓસ્ટ્રેલિયા ક્રિકેટના માનકોને ધ્યાનમાં રાખે, પરંતુ એવું થયું નહીં. સ્ટીવ સ્મિથ અને ડેવિડ આ મુદ્દે વાત કરવા તૈયાર થયા છે. બંને સાઉથ આફ્રિકાની સામે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે.’

You might also like