ભારતે કરી ઓસ્ટ્રેલિયાની ધોલાઇ : ક્રિકેટ બાદ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ સાનિયાનો ડંકો

મેલબોર્ન : વિશ્વની પ્રથમ ક્રમાંકિત જોડી ભારતીય સાનિયા મિર્ઝા અને સ્વિટ્ઝરલેન્ડની માર્ટિનાં હિંગીસે ઓસ્ટ્રેલિયન ઓપનની ગ્રાન્ડ સ્લેમ વિમેન્સ ડબલ્સનો ખિતાબ પણ પોતાને નામ કર્યો છે. ફાઇનલમાં સાનિયા હીંગીસની જોડીએ ચેક રિપબ્લિકનની આન્દ્રેયા હિવાચકોવા અને લ્યુસીની જોડી સામે 7-6, 6-3થી વિજય મેળવ્યો હતો. સાનિયા હિંગીસની જોડીનો વિજય રથ છેલ્લા લાંબા સમયથી અટકવાનું નામ નથી લઇ રહ્યો. આ સુપર હિટ જોડીનો આ સતત 36મો વિજય છે.
સાનિયા અને હિંગીસની જોડીએ નવા વર્ષમાં પણ પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન યથાવત્ત રાખ્યું હતું. આ જોડીએ સતત ત્રીજુ ગ્રાન્ડ સ્લેમ પોતાને નામ કર્યું હતું. ગત્ત વર્ષે વિમ્બલ્ડન અને ત્યાર બાદ યૂએસ ઓપન પણ જીતનારી આ જોડી કુલ 9 ખિતાબ જીતી ચુકી છે. સાનિયા હિંગિસની જોડીએ પ્રથણ સેટ 7-6થી જીત્યો હતો. પ્રથમ સેટમાં બંન્ને ટીમો વચ્ચે કટ્ટર પ્રતિસ્પર્ધા જોવા મળી હતી. આ સેટ સાનિયા અને હિંગીસ માટે ખુબ જ સંધર્ષપુર્ણ રહ્યો હતો. જો કે બીજા સેટમાં સાનિયા અને હિંગીસની જોડી લયમાં આવી હોય તેવું લાગી રહ્યું હતું. ત્યાર બાદ ચેચ રિપબ્લિકની ટીમ પર 2-0થી લીડ મેળવી લીધી હતી. તેને બીજા સેટને 6-3થી પોતાને નામ કરીને ખિતાબ જીતી લીધો હતો.
અત્રે નોંધનીય છે કે સાનિયા અને હિંગીસની જોડી એકબીજાની રમતને ખુબ સારી રીતે જાણી ચુકી છે. બંન્ને રમતમાં લયબદ્ધ થઇ ગઇ છે. જેનાં કારણે આ બંન્ને એક જ લયથી રમે છે. જેનાં કારણે આ બંન્નેની જોડી છેલ્લા ઘણા સમયથી જાણે અજેય થઇ ચુકી છે. અને તેનાં કારણે આ બંન્ને ઘણા ટાઇટલ અને ઘણા ગ્રાન્ડસ્લેમ પોતાનાં નામે કરી ચુકી છે.

You might also like