ઓસ્ટ્રેલિયાઇ સમાચાર પત્રએ ભારતીયોને ગણાવ્યા ‘બુદ્ધિહિન’

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયના એક મુખ્ય સમાચારપત્રમાં એક કાર્ટૂન પ્રકાશિત કરી ભારતીયોને ભૂખ્યા અને સોલર પેનલ ખાતા દર્શાવવામાં આવ્યા છે. કેટલાક લોકોએ આ કાર્ટૂનની નિંદા કરતાં તેને રેસિસ્ટ ગણાવ્યું છે.

આ કાર્ટૂન પેરિસ જલવાયું સંમેલનની પ્રતિક્રિયામાં ‘ધ ઓસ્ટ્રેલિયન’માં છપાયું છે. આ સમાચારપત્ર મીડિયા મુગલ ગણાતાં રૂપર્ટ મર્ડોકનું છે. કાર્ટૂનથી એ સ્પષ્ટ થાય છે કે એક દુર્બળ ભારતીય પરિવાર સોલાર પેનલ તોડી રહ્યું છે અને એક વ્યક્તિ તેને કેરીની ચટણી સાથે ખાવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પેરિસ સંમેલનમાં ભારતે આંતરરાષ્ટ્રીય અને ગઠબંધન પહેલનો પણ વિચાર આપ્યો હતો. તેની શરૂઆત પણ સંમેલન દરમિયાન થઇ ગઇ.

સોશિયલ મીડિયા અને એકેડમિક વર્લ્ડમાં આ કાર્ટૂનને રેસિસ્ટ ગણાવતાં તેની ટીકા કરવામાં આવી રહી છે. મૈકરી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રની પ્રોફેસર અમંદ વાઇઝે ‘ગાર્ડિયન ઓસ્ટ્રેલિયા’ને કહ્યું કે તેમના મતે આ કાર્ટૂન સ્તબ્ધ કરી દેનાર છે. આ બ્રિટન, અમેરિકા કે કેનેડામાં અસ્વિકાર્ય હશે. તેમના અનુસાર ભારત આજે એક વિશ્વનું ટેક્નોલોજીનું કેન્દ્ર છે.

ધરતી પર સૌથી વધુ હાઇટેક ઉદ્યોગ દુનિયાના તે ભાગમાં છે. તેનો સંદેશ એ છે કે વિકાસશીલ દેશોમાં લોકોને જલવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે આ ટેક્નોલોજીઓની જરૂરિયાત નથી, તેને ભોજનની જરૂરિયાત છે.

ટ્વિટર પર આ કાર્ટૂનની જોરદાર ટીકા કરવામાં આવી છે. કેટલાક લોકોએ ઝડપથી વિકસિત થતાં ભારતનું ધ્યાન ઉર્જા ક્ષેત્ર તરફ ખેંચ્યું છે. ડીકીન યુનિવર્સિટીના પ્રોફેસર યીન પારડીજનું પણ માનવું છે કે આ કાર્ટૂનનો સંદેશ વંશીય છે. તેમના અનુસાર આ કાર્ટૂનનો સંદેશ એ છે કે ભારત અક્ષય ઉર્જાનો ઉપયોગ કરવામાં વિવેકહીન છે.

You might also like