વિકસિત દેશો ભારતથી ડર્યાઃ કાર્ટૂન થકી ભારતીયોની મજાક ઉડાવે છે

નવી દિલ્હી: હાલમાં જ પેરિસમાં જળવાયુ પરિવર્તનના મુદ્દે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધાક વિકસિત દેશોના લોકોને પસંદ નથી આવી. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સની હાજરીમાં વિકસિત દેશો ઉપર સિકંજો કસવાની ભારતીય માંગથી તેઓના પેટમાં તેલ રેડાયું છે. આ કરારમાં ભારતની ભૂમિકા નેતૃત્વ કરતા રહી છે કદાચ એ જ વાત વિકસીત દેશોના મિડિયાના એક વર્ગને પચી શકતી નથી તેથી તેઓ ભારત ઉપર નવીન પ્રકારની વંશીય ટિપ્પણી કરવા લાગ્યા છે.

આ કડીમાં ઓસ્ટ્રેલિયાના અખબારે જળવાયુ સમજુતીને બદલે ભારતમાં ગરીબીની મજાક ઉડાવતુ એક કાર્ટૂન પ્રકાશિત કર્યુ છે. આ કુંઠીત પ્રયાસ માટે મશહુર કલાકાર બીલ લીકની ચોતરફા ટીકા થઇ રહી છે. વિશુદ્ધ રૂપથી વંશીય ગણાવવામાં આવેલા આ કાર્ટૂનના પાઘડી અને ધોતી પહેરેલા દુબળાપાતળા ભારતીયોને યુનો દ્વારા આપવામાં આવેલ સોલાર પેનલ સાથે દેખાડવામાં આવ્યા છે. જેને તેઓ ટુકડા-ટુકડા કરી ફેંકી રહેલા નજરે પડે છે. કાર્ટૂન થકી એવો સંદેશો અપાયો છે કે, ભારતીય સોલાર પેનલને કોઇ કામની ગણવામાં આવતી નથી. કારણ કે તેને ખાઇ પણ શકાતી નથી એટલું જ નહીં ગરીબ ભારતીયોની ભૂખની મજાક ઉડાડતા કાર્ટૂનમાં એક વૃદ્ઘ વ્યકિતને સોલાર લેમ્પને કેરીની ચટણી સાથે ખાતા બતાડવામાં આવ્યા છે.

આ કાર્ટૂનનો વિશ્વના અનેક દેશોની સાથે ઓસ્ટ્રેલિયામાં પણ વ્યાપક વિરોધ શરૃ થયો છે. આ પહેલો પ્રસંગ નથી કે, જળવાયુ પરિવર્તન સમજુતીને લઇને ભારતની મજાક ઉડાવાઇ હતી. ન્યૂયોર્ક ટાઇમ્સે પણ ગયા સપ્તાહે એક એવુ કાર્ટૂન પ્રકાશિત કર્યુ હતુ. જેમાં ભારતને એક હાથીના સ્વરૃપમાં બતાવાયુ છે અને જે જળવાયુ પરિવર્તન સમજુતીની પ્રતિક એક ટ્રેનને રોકી રહ્યું હોય. આ કાર્ટૂનની પણ ભારે ટીકા થઇ છે.

અત્રે એ નોંધનીય છે કે, ભારતે પેરિસ આકરું વલણ અપનાવ્યું અને મોદીએ જાહેરમાં કહ્યું હતું કે, લાંબા સમયથી કાર્બન ઉત્સર્જીત કરવા માટે નાણાકીય બોજનો મોટો હિસ્સો વિકસિત દેશો પર નહીં નાંખવાનુ નૈતિક રીતે ખોટુ બનશે. ભારતના આ દ્રઢ વિચારથી વિકસિત દેશો ખળભળી ઊઠયા હતા અને તેઓનુ ચાલ્યુ ન હતુ અને હવે તેઓ અખબારોના કાર્ટૂન થકી પોતાની ભડાશ બહાર કાઢી રહ્યા છે.

You might also like