ફેફસાંની બીમારીના કારણે ફાસ્ટ બોલર જ્હોન હેસ્ટિંગ્સે જાહેર કરી નિવૃત્તિ

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જ્હોન હેસ્ટિંગ્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હેસ્ટિંગ્સની કરિયર ફેફસાંની રહસ્યમય બીમારીના કારણે ખતમ થઈ ગઈ છે. ૩૩ વર્ષીય હેસ્ટિંગ્સ જ્યારે પણ બોલિંગ કરતો હતો ત્યારે તેના ફેફસાંમાંથી લોહી વહેવાનું શરૂ થઈ જતું હતું.

હેસ્ટિંગ્સે અગાઉ ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, જ્યારે ટી-૨૦ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ હવે આ રહસ્યમય બીમારીના કારણે તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

હેસ્ટિંગ્સે જણાવ્યું, ”હું એક લાંબી હેલ્થ ટેસ્ટ પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યો છું. હાલ મારું સ્વાસ્થ્ય સારું છે, પરંતુ છેલ્લા થોડા મહિનાથી હું બ્રોંકોસ્કોપ અને એન્જિયોગ્રામ બ્રોંકોસ્કોપ તથા અનેક પ્રકારની બીમારીમાંથી પસાર થઈ ચૂક્યો છું. આ તમામ વસ્તુઓ મારા માટે મુશ્કેલ રહી છે.

ક્રિકેટ રમવાના કારણે મારાં ફેફસાંમાં નાની રક્તકોશિકા ફાટી ગઈ હતી. તેના કારણે હું જ્યારે પણ બોલિંગ કરતો હતો ત્યારે મને લોહીની ઊલટી થતી હતી.”

જ્હોન હેસ્ટિંગ્સે વધુમાં કહ્યું, ”હાલ હું સ્વસ્થ રહેવા માટેની ટ્રેનિંગ લઈ રહ્યો છું. મારે વજન પણ ઉપાડવાનું નથી બોલિંગ કરતી વખતે લેન્ડિંગનું દબાણ હોય છે. હું મારા સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં કરવા માગતો નહોતો. ક્રિકેટ રમવાથી મારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. આ જ કારણે હવે હું મેદાન પર વાપસી કરવા માગતો નથી.”

જ્હોન હેસ્ટિંગ્સ ઓસ્ટ્રેલિયા તરફથી એક ટેસ્ટ, ૨૯ વન ડે અને નવ ટી-૨૦ મેચ રમ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે એક વિકેટ, વન ડેમાં ૪૨ વિકેટ તથા ટી-૨૦માં સાત વિકેટ ઝડપી છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago