વિન્ડિઝ-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી હોબાર્ટમાં પ્રથમ ટેસ્ટ

હોબાર્ટ: ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિજ વચ્ચે આજથી હોબાર્ટમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં પણ ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે ફરી જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયાએ હાલમાં ન્યુઝીલેન્ડ સામે શ્રેણી જીતી હતી. સ્મીથના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો શાનદાર ફોર્મમાં છે. જેમાં ડોવિડ વોર્નર અને સ્મીથનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાનો સ્પીડ સ્ટાર માઈકલ સ્ટાર્ક વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં રમી શકશે નહીં. આ સમાચાર ઓસ્ટ્રેલિયન છાવણી માટે ખૂબ જ આઘાતજનક છે. ઈજાના પરિણામ સ્વરૃપે તેને ખસી જવાની ફરજ પડી છે. ન્યુઝિલેન્ડ સામેની મેચ દરમિયાન હાલમાં જ સ્ટાર્ક ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત થયા બાદ તે હવે રિકવર થઈ રહ્યો છે.
એડિલડ ઓવલ ખાતે રમાયેલી ડે નાઈટ ટેસ્ટ મેચ દરમિયાન સ્ટાર્ક ઈજાગ્રસ્ત થયો હતો અને તે ફિલ્ડિંગ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો. સ્ટાર્કની ગેરહાજરીમાં હવે ઓસ્ટ્રેલિયાને મુશ્કેલી નડી શકે છે. આ ટેસ્ટ શ્રેણી પણ ઓસ્ટ્રેલિયા જીતવા માટે ઉત્સુક બનેલું છે. સ્ટાર્કની જગ્યાએ ટીમમાં પેટિન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયન ટીમમાં આ એકમાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી ૫૦ ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ઓફ સ્પીનર બનવા માટે નાથન લિયોન તૈયાર છે. જ્યારે પીટર સિડલને ટેસ્ટમાં ૧૦૦દ રન પૂર્ણ કરવા માટે ૧૭ રનની જરૃર છે. આની સાથે જ તે ૨૦૦ વિકેટ અને ૧૦૦૦ રન કરનાર આઠમો ઓસ્ટ્રેલિયન બની જશે. વેસ્ટઈન્ડિઝના કેપ્ટન જેસલ હોલ્ડરે દાવો કર્યો હતો કે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ આગામી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં જોરદાર દેખાવ કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયા સામે તમામ તાકાત સાથે રમવા માટે તૈયાર છે.

આગામી સાત સપ્તાહમાં મિશન ઈમ્પોસીબલના ઈરાદા સાથે હોલ્ડર પોતાની ટીમને ઉતારવા માટે તૈયાર છે. ૨૪ વર્ષીય ઓલરાઉન્ડરે માહિતી આપતા કહ્યું છે કે, ન્યુઝિલેન્ડ સામેની ઓસ્ટ્રેલિયાની શ્રેણીથી સાબિત થઈ ગયું છે કે, ઓસ્ટ્રેલિયા એક શક્તિશાળી ટીમ તરીકે છે. ઓસ્ટ્રેલિયાએ હાલમાં જ ન્યુઝિલેન્ડ ઉપર ૨-૦થી જીત મેળવી લીધી છે.  હોલ્ડરનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયાના મીડલ ઓર્ડરને ટાર્ગેટ બનાવવાના પ્રયાસ કરાશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ કેટલાક અનુભવી ખેલાડીઓ વગર જ રમનાર છે.

જેમાં ઓલરાઉન્ડર બ્રાવો અને પોલાર્ડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ક્રિસ ગેલ પણ રમનાર નથી. તે ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં રમવાની પસંદગી ઉતારો રહ્યો છે. સ્ટાર ખેલાડી નહીં રમી રહ્યા હોવા છતાં હોલ્ડરને વિશ્વાસ છે કે વેસ્ટ ઈન્ડિઝ પોતાના ગૌરવને ફરી હાંસલ કરવાના પ્રયાસ કરશે.હોલ્ડરના નેતૃત્વમાં વિન્ડીઝ પાસે હવે માર્લોન સેમ્યુઅલ અને કેમર રોંચ પર તમામ આધાર રહેશે. તમામ નવા ખેલાડીને તેમની કુશળતા સાબિત કરવાની તક રહેલી છે. બોલરો છવાયેલા રહે તેમ પણ માનવામાં આવે છે. સ્મીથ ફરીએકવાર ભારે આશાવાદી છે. બન્ને ટીમો નીચે મુજબ છે.

બેટ્સમેન અને બોલર તરીકે જેસન હોલ્ડર મહત્વપૂર્ણ
હોબાર્ટમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે આવતીકાલથી પ્રથમ ટેસ્ટ મેચ શરૃ થઈ રહી છે ત્યારે કેટલાક ખેલાડીઓની અગ્નિ કસોટી થવા જઈ રહી છે. જે ખેલાડીઓની કસોટી થનાર છે તેમાં એક ખેલાડી વેસ્ટઈન્ડિઝનો કેપ્ટન જેસન હોલ્ડર પણ છે. જેસન હોલ્ડરે પોતાની ટેસ્ટ કેરિયરમાં માત્ર ૧૦ ટેસ્ટ મેચ રમી છે પરંતુ તે આટલી ઓછી ટેસ્ટ મેચમાં જ પોતાની મહત્વતા એક ખેલાડી તરીકેની સાબિત કરી ચુક્યો છે. તે એક બોલર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે એક ઓલરાઉન્ડર તરીકે ઉભરી ચુક્યો છે. જેર્મી ટેલર, કેમર રોચની ઝડપ કરતા તે ઓછી ઝડપ ધરાવે છે. તે એક્યુરેટ અને ઇકોનોમિકલ બોલર તરીકે ઉભરી આવ્યો છે. સાથે-સાથે લોઅર ઓર્ડરમાં ઉપયોગી બેટ્સમેન તરીકે પણ ઉભરી આવ્યો છે. સાત અથવા તો આઠ નંબર ઉપર બેટિંગ કરી રહ્યો હોવા છતાં જેસન હોલ્ડર પોતાની કેરીયરમાં ૧૮ ઈનિંગ્સ પૈકી ૩ વખત ટોપ સ્કોર બનાવી ચુક્યો છે. આ ઉપરાંત પોતાના નામ ઉપર એક સદી પણ કરી ચુક્યો છે. ઉપરાંત ગયા વર્ષે જમૈકા ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં તે ૮૨ રને અણનમ રહ્યો હતો. ૨૪ વર્ષીય હોલ્ડર કેપ્ટન તરીકે અસરકારક સાબિત થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી તેના માટે અગ્નિ કસોટી સમાન રહી શકે છે. સાથે-સાથે પોતાની કુશળતા પણ સાબિત કરવાની તેની પાસે તક રહેલી છે. વિન્ડિઝમાં જ્યારે ટોપ ખેલાડીઓ રમી રહ્યા નથી ત્યારે તેની પાસેથી વધુ સારા દેખાવની અપેક્ષા રખાઈ રહી છે. બેટિંગ અને બોલિંગ બન્નેમાં તેના ઉપર વિન્ડિઝના ક્રિકેટ ચાહકોની નજર રહેશે. જેસન હોલ્ડરના નેતૃત્વમાં ટીમ પહોંચી ચુકી છે. વેસ્ટઈન્ડિઝ કોઈની પણ સામે વિદેશમાં એકપણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. ઘણા વર્ષો આને થઈ ચુક્યા છે. આવી સ્થિતિમાં હોલ્ડર પાસે તક રહેલી છે.

You might also like