ઓસ્ટ્રેલિયા લઈ જવાનું કહી માતાના દસ્તાવેજોમાં ચેડાં કરી મકાન પચાવી પાડ્યું

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી વિજયાદશમી સોસાયટીમાં ખોટા દસ્તાવેજો ઊભા કરીને વિધવા માતાનું મકાન પુત્રએ પચાવી પાડતાં રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. ઓઢવ વિસ્તારમાં આવેલી વિજયાદશમી સોસાયટીમાં રહેતાં 53 વર્ષનાં મીનાબહેન સુરેન્દ્રકુમાર ભટ્ટે રામોલ પોલીસ સ્ટેશનમાં ઓસ્ટ્રે‌િલયા ‌િરટર્ન પુત્ર વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો ઊભા કરીને મકાન પચાવી પાડવાની ફરિયાદ કરી છે. મીનાબહેનના પતિ 30 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા ત્યારે તે અને તેમનો પુત્ર ઋતુલ સંયુક્ત પરિવારમાં રહે છે. દસ વર્ષ પહેલાં સંયુકત મા‌િલકીના મકાન પર લોન લઇને મીનાબહેને ઋતુલને ઓસ્ટ્રે‌િલયા ભણવા માટે મોકલ્યો હતો.

વર્ષ 2007 થી 2013 સુધી ઋતુલ નોકરી કરીને મકાન પર લીધેલી લોન ભરપાઇ કરી ઓસ્ટ્રે‌િલયા સ્થાયી થઇ ગયો હતો. ઋતુલે ઓસ્ટ્રે‌િલયામાં રહેતી અને મૂળ અમદાવાદની ક્રિષ્ના કમલભાઇ જયસ્વાલ નામની યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં. વર્ષ 2016માં ઋતુલ તથા તેની પત્ની ક્રિપ્ના અમદાવાદ આવ્યાં અને મીનાબહેનને ઓસ્ટ્રે‌િલયા આવવા માટે કહ્યું હતું. ઓસ્ટ્રે‌િલયા માટેના કાગળો કરવા માટે ઋતુલે માતા મીનાબહેન પાસે મકાન સોસાયટીના શેર સ‌િર્ટ‌િફકેટ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશ‌િનંગકાર્ડ અને પાનકાર્ડ અને પિતાનું મરણ સ‌િર્ટ‌િફકેટ લઇને પાવર ઓફ એટર્ની કરાવી લીધા હતા.

મીનાબહેનના અસલ ડોક્યુમેન્ટ લઇને તેઓ ઓસ્ટ્રે‌િલયા પરત જતા રહ્યા હતા ત્યારબાદ ઋતુલે ક્રિષ્નાની ‌િડ‌િલવરી માટે મીનાબહેનને ઓસ્ટ્રે‌િલયા બોલાવ્યાં હતાં. 6 મહિના ઓસ્ટ્રે‌િલયામાં રહ્યા બાદ ત્રણેય જણા ગત મહિને અમદાવાદ આવ્યાં હતાં. અમદાવાદમાં આવ્યા બાદ ઋતુલ તેની પત્નીને લઇ સાસરીમાં રહેવા માટે જતો રહ્યો હતો.

થોડાક દિવસ પછી ઋતુલે સોસાયટીમાં પાવર ઓફ એર્ટનીની નકલ મોકલી હતી. જેના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ઋતુલે સબર‌િજસ્ટ્રારની ઓફિસમાં જઇ મકાનના શેર સ‌િર્ટ.માં ચેડાં કરી તથા ખોટું શેર સ‌િર્ટ. ઊભું કરી સંયુકત પરિવારના મકાનને પોતાના નામે કરી લીધું હતું, જેના આધારે મીનાબહેને રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
http://sambhaavnews.com/

You might also like