ભારત-ઓસી. વનડે: ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 296 રનનું લક્ષ્યાંક

મેલબોર્ન: ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારતાં ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી વન ડે જીતવા માટે 296 રનનો લક્ષ્યાંક આપ્યો છે. વિરાટ કોહલીએ 117 રન ફટકાર્યા છે. વિરાટ કોહલીએ સાત ચોગ્ગા તેમજ બે છગ્ગા ફટકાર્યા છે. વિરાટ અને શિખર ધવને શરૂઆતી વિકેટ બાદ ઇનિંગ્સને સંભાળી હતી. જેમાં શિખર ધવને 68 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ રહાણે કોહલી સાથે સુંદર રમત દાખવી હતી. રહાણે 50 રન બનાવી આઉટ થયો હતો. પોતાના કેરિયરની પ્રથમ વન ડે રમી રહેલા ગુરક્રિતસિંહે માત્ર 8 રન બનાવ્યાહતા. ધોનીએ નવ બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી હેસ્ટીંગ્સે 58 રન આપી ચાર વિકેટ ઝડપી છે.

ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે આજે પાંચ મેચની શ્રેણીની ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. ભારત પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. આર. અશ્વિન અને મનીષ પાંડેની જગ્યાએ ગુરકિરતસિંહ અને ઋષિ ધવનનો ટીમમાં સમાવેશ કર્યો છે. આજની વન ડે મેચમાં રોહિત શર્મા છ રન બનાવી આઉટ થયો. હાલમાં મળી રહેલા અહેવાલ મુજબ ભારતે 16 ઓવરમાં એક વિકેટ 67 રન બનાવી લીધા છે. શિખર ધવન અને વિરાટ કોહલીએ રમતમાં છે.

પ્રારંભિક બંને વનડે મેચ જીતી લીધા બાદ સ્ટીવ સ્મિથના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા આ વનડે શ્રેણી જીતી લેવા માટે ઉત્સુક છે. બીજી બાજુ ભારત પણ આ શ્રેણીને સજીવન રાખવાના ઇરાદાથી મેદાનમાંઉતરશે. બેટિંગના મોરચે ભારતીય ટીમે સારો દેખાવ કર્યો હોવા છતાં બોલિંગમાં ભારતીય બોલરો ફ્લોપ રહ્યા છે અને ૩૦૦થી વધુ રનના ટાર્ગેટ બે વખત આપ્યા હોવા છતાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને રોકવામાં ભારતીય બોલરો સફળ રહ્યા નથી.

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર હેઝલવુડને બાકીની વનડે મેચો અને આગામી ટ્વેન્ટી શ્રેણી માટે આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આગામી મહિને ન્યુઝીલેન્ડના પ્રવાસ દરમિયાન તેને ફરી સામેલ કરવામાં આવશે. ન્યુઝીલેન્ડ સામે હાલમાં જ હેઝલવુડ રમ્યો હતો. તે ન્યુઝીલેન્ડ, વિન્ડિઝ અને હવે ભારત સામે રમ્યો છે. ન્યુઝીલેન્ડ અને વેસ્ટઇન્ડિઝ સામે તમામ છ ટેસ્ટમાં તે રમ્યો હતો.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, હેઝલવુડને નવેસરથી વધુ મક્કમ ઇરાદા સાથે સામેલ કરવામાં આવશે. ત્રીજી વનડેમાં તેની જગ્યાએ આવતીકાલે જહોન હેસ્ટિંગ રમે તેવી શકયતા છે. આવતીકાલે મેચ રમાયા બાદ બાકીનીબે મેચો માટે ટીમની પસંદગી કરવામાં આવનાર છે.

ઓસ્ટ્રેલિયાના કોચ લેહમને કહ્યું છે કે, હેઝલવુડને આરામ આપવાનો નિર્ણય લેવાયો છે. રોહિત શર્મા ભારત તરફથી શાનદાર ફોર્મમાં છે. આ ઉપરાંત વિરાટ કોહલી અને રહાણે પણપ્રદર્શનનો સંકેત આપી ચુકયા છે. જો કે ધોની અસલ રંગમાં દેખાયો નથી.

ઓસ્ટ્રેલિયા સતત ૧૭ વનડે મેચો જીત્યું
નવેમ્બર ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયા છેલ્લે ધરઆંગણે વનડે મેચમાં હાર્યું હતું. હવે ઓસ્ટ્રેલિયા એક પણ મેચ હાર્યા વગર ધરઆંગણે ૧૭ વનડે મેચ જીતી ચુકયું છે. ધરઆંગણે સૌથી લાંબા સમય સુધી અપરાજિત રહેવાના રેકોર્ડથી એક મેચ દૂર છે. જો ગયા વર્ષમાં સિડની ભારત સામે મેચને ન ગણવામાં આવે તો જીતનો સિલસિલો ૧૬નો છે. રોહિત શર્માએ ઓપનર તરીકે ગાબામાં ૧૨૪ રન ફટકાર્યા હતા. દરેક મેચમાં ૩૦૦થી વધુ રન બનાવ્યા હોવા છતાં ભારત સતત હારનાર ત્રીજી ટીમ બની છે.

You might also like