નવા કરાર વિના બાંગ્લાદેશના પ્રવાસે નહીં જઈએઃ સ્ટીવ સ્મિથ

સિડનીઃ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું છે કે ખેલાડીઓ અને મેનેજમેન્ટ વચ્ચે ચુકવણી વિવાદનો ઉકેલ હાથવેંતમાં છે તેની મને ખુશી છે, પરંતુ નવો કરાર થશે તો જ ટીમ આ મહિને બાંગ્લાદેશના પ્રવાસે જશે જૂનના અંતમાં કરાર પૂરો થઈ ગયા બાદથી લગભગ ૨૩૦ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બેરોજગાર છે. નવા ચુકવણી કરાર પર મહિનાઓથી ચાલી રહેલી તકરાર હવે ખતમ થવાના આરે છે.

સ્મિથે જણાવ્યું, ”હજુ કરાર થયો નથી. હજુ કેટલીક ચીજો નક્કી થવાની બાકી છે. અમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ, પરંતુ મેં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે કરાર થયા બાદ જ અમે ૧૮ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા બાંગ્લાદેશ પ્રવાસે જઈશું.”

You might also like