ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને પ્રથમ ટી-20માં આપ્યો પરાજય, મેક્સવેલ કરી તોફાની બેટિંગ

728_90

પલ્લેકેલેમાં રમાયેલ પ્રથમ ટી-20 મેચમાં  ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 85 રનથી પરાજ્ય  આપ્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0થી સરસાઇ મેળવી લીધી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન મેક્સવેલે  તોફાની બેટિંગ કરતાં 65 બોલમાં 145 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. મેક્સવેલે આ ઇનિંગ દરમિયાન 9 સિક્સર અને 14 બાઉન્ડ્રી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-20માં શ્રીલંકાએ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાના સુકાની ડેવિડ વોર્નરે ઇનિંગ્સની શરૂઆત સ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ સાથે કરી હતી. બંનેએ 4.1 ઓવરમાં 50 રનની ભાગીદારી નોંધાવી હતી. વોર્નર 28 રન બનાવી આઉટ થઇ ગયો હતો. બીજી તરફ મેક્સવેલે પોતાની તોફાની બેટિંગ શરૂ રાખતા 27 બોલમાં અડધી સદી ફટકારી. ત્યારબાદ તેણે ટી-20 ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી 49 બોલમાં પુરી કરી. અંતમાં મેક્સવેલ 65 બોલમાં 145 રન બનાવી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટી-20 ઇતિહાસમાં સર્વોચ્ચ સ્કોરનો રેકર્ડ બનાવ્યો.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ શરૂઆતથી દબાવમાં જોવા મળી હતી. પોતાના કેરિયરની અંતિમ ટી-20 શ્રેણી રમી રહેલ દિલશાન માત્ર ચાર રન બનાવી આઉટ થઇ ગયો હતો. શ્રીલંકાની પુરી ટીમ 20 ઓવરમાં માત્ર 178 રન બનાવી ઓલઆઉટ થઇ હતી. આમ, શ્રીલંકાનો પ્રથમ ટી-20 મેચમાં 85 રને પરાજય થયો હતો. બીજી અને અંતિમ ટી-20 કોલંબો ખાતે 9 સપ્ટમ્બરે રમાશે.

You might also like
728_90