બોલ ટેમ્પરિંગ : સ્મિથ-વોર્નર પર લાગ્યો એક વર્ષનો પ્રતિબંધ

બોલ ટેમ્પરિંગ વિવાદમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી પર આજે સજાનું એલાન થયું છે.  સ્મિથ-વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. આ વિવાદમાં ઓસ્ટ્રેલિયાના સુકાની સ્ટીવ સ્મિથ, ઉપ સુકાની ડેવિડ વોર્નર અને ઓપનર બેટસમેન કેમરૂન બેનક્રોફ્ટને ટેસ્ટ શ્રેણીમાં બહાર કરી દેવામાં આવ્યા છે. ત્રણેય ક્રિકેટરો ઓસ્ટ્રેલિયા પરત ફરી રહ્યાં છે.

30 માર્ચથી જ્હોનિસબર્ગમાં રમાનારી શ્રેણીની અંતિમ ટેસ્ટમાં સ્મિથ-વોર્નર અને બેનક્રોફ્ટની જગ્યાએ ત્રણ ખેલાડીઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં મેટ રેનશૉને એક દિવસ અગાઉ જ ટીમ સાથે જોડવાનું જણાવામાં આવ્યું હતું. રેન શૉ બાદ ઓસ્ટ્રેલિયાના અન્ય બે ખેલાડીઓમાં ગ્લેન મેક્સવેલ અને જો બર્ન્સને પણ જ્હોનિસબર્ગ ટીમ સાથે જોડાવાનું કહેવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયાની ટીમનું સુકાનીપદ 33 વર્ષીય વિકેટકીપર બેટસમેન ટિમ પેન પાસે રહેશે. ટિમ પેન ઓસ્ટ્રેલિયાના 46 ટેસ્ટ સુકાની બન્યા છે. જો કે હાલમાં ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 1-2થી પાછળ ચાલી રહી છે. જો કે ટીમના કોચ ડેરેન લેહમેનને બોલ ટેમ્પરિંગ મામલે નિર્દોષ જાહેર કરાયો છે.

You might also like