એ ભાઈ, જરા દેખ કે ચલો…

મુંબઈઃ ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ મુંબઈના નરિમાન પોઇન્ટની એક હોટેલમાં રોકાઈ છે. ચર્ચગેટમાં આવેલી ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયામાં પ્રેસ કોન્ફરન્સને સંબોધવા માટે ઓસી. ખેલાડીઓએ ચાલીને જવાનું પસંદ કર્યું હતું અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે મુંબઈના ટ્રાફિકથી પરેશાન કેપ્ટન સ્ટિવ સ્મિથ વાહનોને ‘જોઈને ચલાવો’ એવો ઇશારો કરતો તસવીરમાં નજરે પડે છે. સ્મિથની પાછળ ટીમનો કોચ ડેરેન લીમન, મીડિયા મેનેજર કેટ હચિસન અને સપોર્ટ સ્ટાફ દેખાઈ રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like